ખાદ્ય તેલના ભાવમાં અસ્થિરતા કેમ આવી? IVOAના CEOએ કર્યો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: ખાદ્ય તેલની વૈશ્વિક બજારમાં ભાર ઉથલપાથલ થઈ રહી છે. તેનું કારણ એ છે કે, આ તેલ માત્ર ખાવા માટે જ નહીં, પરંતુ જૈવ ઇંધણ તરીકે પણ વપરાય છે, જેનાથી મોટરગાડીઓથી લઈને હવાઈ જહાજોના ઉડાવવા સુધીનો ઉપયોગ થઈ રહ્યો છે. આ કારણે કિંમતોમાં તીવ્ર ઉતાર-ચઢાવ જોવા મળે છે. આ અંગ સુધાકર દેસાઈએ પણ ખુલાસો કર્યો છે.
સુધાકર દેસાઈ ખાદ્ય તેલના વૈશ્વિક બજાર વિશે શું કહ્યું?
ભારત વેજીટેબલ ઓઇલ પ્રોડ્યુસર્સ એસોસિએશનના અધ્યક્ષ અને ઇમામી એગ્રોટેકના CEO સુધાકર દેસાઈએ કુઆલાલંપુરમાં યોજાયેલા UOB કેય હિયાન કોન્ફરન્સમાં કહ્યું હતું કે, વેપારમાં ફેરફારો, જૈવ ઇંધણની વધતી માંગ અને પુરવઠામાં ઘટાડોને કારણે આ અસ્થિરતા ચાલુ રહેશે.
ભૂ-રાજકીય પરિસ્થિતિઓએ વેપાર માર્ગો બદલી દીધા છે, જેથી નફોના અવસરો ઘટ્યા છે અને ઊર્જા કિંમતો, ચલણો તથા સરકારી નીતિઓના આઘાતનો સીધો પ્રભાવ પડે છે . આ કારણો વૈશ્વિક બજાર માટે કેટલા વ્યાજબી છે.
આપણ વાચો: રાજકોટમાં મીઠાઇ બાદ હવે ખાદ્ય તેલ પર ફૂડ વિભાગની તવાઈ
વનસ્પતિ તેલનું ઉત્પાદન 208.4 મિલિયન ટન થશે
વધારે વિગતે વાત કરવામાં આવે તો, 2025-26 માટે વિશ્વમાં ચાર મુખ્ય વનસ્પતિ તેલોનું ઉત્પાદન 208.4 મિલિયન ટન થવાનો અંદાજ છે, જે ગતવર્ષ કરતા ખૂબ જ નજીવી વૃદ્ધિ છે. પામ તેલ અને રેપસીડ તેલનું ઉત્પાદન વધુ છે, પરંતુ સૂરજમુખી તેલનું ઉત્પાદન હજુ મર્યાદિત થાય છે.
આ ધીમી વૃદ્ધિ વૈશ્વિક પુરવઠાને કમજોર બનાવે છે, જેથી તેલ વચ્ચે સ્પર્ધા તીવ્ર રહેશે અને કિંમતો અસ્થિર રહેશે. તેલના કિંમતમાં ઘણાં સમયથી વધ-ઘટ થઈ રહી છે, જેના કારણે વૈશ્વિક બજાર ખોરવાઈ પણ જતું હોય છે.
આપણ વાચો: તહેવારો ટાણે ખાદ્ય તેલના ભાવમાં થયો વધારો…
ભારતમાં 2025-26માં ઘરેલુ ઉત્પાદન 9.6 મિલિયન ટન રહેશે
જૈવ ઇંધણની માંગમાં સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે વેજીટેબલ તેલની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે.આંકડા જોવામાં આવે તો, ઇન્ડોનેશિયામાં 14 મિલિયન ટન પામ તેલ બાયોડીઝલમાં વપરાય છે.
ભારતમાં તેલ ઉત્પાદનની વાત કરવામાં આવે તો, 2025-26માં ઘરેલુ ઉત્પાદન 9.6 મિલિયન ટન રહેશે, તેથી 16.7 મિલિયન ટન આયાત કરવી પડશે. આમાં 8થી 8.5 મિલિયન ટન પામ ઓઈલ, 5થી 5.5 મિલિયન સોયાબીન તેલ, 2થી 8.3 મિલિયન સૂરજમુખી તેલનો સમાવેશ થાય છે.



