ED કેજરીવાલ સાથે ‘Most Wanted Terrorist’ જેવો કરે છે વર્તાવઃ કેજરીવાલની પત્નીનો દાવો
નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા કેજરીવાલે તેના પતિના જામીનના આદેશને હાઈ કોર્ટમાં પડકારવા બદલ ઇડી (Enforcement Directorate) પર આકરા પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેઓ કેજરીવાલ “ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી” હોય તેવું વર્તન કરે છે. સુનિતાએ કહ્યું હતું કે દેશમાં સરમુખત્યારશાહી તમામ હદ વટાવી ગઈ છે.
સુનિતાએ કહ્યું હતું કે “ગઈકાલે જ આપણા મુખ્ય પ્રધાનને જામીન મળ્યા હતા. સવારે ઓર્ડર અપલોડ થવાનો હતો. આ એવું બન્યું કે કેજરીવાલ ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે.
આ પણ વાંચો: Kejriwal: ‘હું મરી જાઉં તો દુઃખી ન થતા’ ફરી જેલમાં જતા પહેલા કેજરીવાલનો ભાવુક સંદેશ
દેશમાં સરમુખત્યારશાહીએ તમામ હદો વટાવી દીધી છે. ઇડી કોઈને પણ સ્વતંત્રતા આપવા માંગતી નથી અને મુખ્ય પ્રધાન (તેમના જામીન પર) સ્ટેની માંગ સાથે હાઇકોર્ટમાં ગઈ છે. (કોર્ટનો) નિર્ણય હજુ આવવાનો બાકી છે. અમને આશા છે કે ઉચ્ચ અદાલત ન્યાય આપશે.
દિલ્હી હાઈ કોર્ટે શુક્રવારે કથિત એક્સાઈઝ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને આપવામાં આવેલી રાહતને પડકારતી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજીની સુનાવણી ન થાય ત્યાં સુધી કેજરીવાલને જામીન આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને શુક્રવારે અટકાવી દીધો હતો. અહીં એ જણાવવાનું કે નીચલી કોર્ટે જામીન આપ્યા પછી હાઈ કોર્ટે રોક લગાવી હતી.