નેશનલ

મમતા બેનર્જી સામે ગંભીર આરોપો સાથે ED સુપ્રીમ કોર્ટ પહોંચી! જાણો શું છે મામલો

નવી દિલ્હી: તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના દરોડા દરમિયાન હાઈ વોલ્ટેજ પોલિટીકલ ડ્રામા સર્જાયો હતો. કોલકાતામાં પોલિટિકલ કન્સલ્ટન્સી ફર્મ ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી (I-PAC) ની ઓફીસ અને કંપનીના ડિરેક્ટર પ્રતીક જૈનના નિવાસસ્થાન પર દરોડા દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હોબાળો મચાવ્યો હતો અને સુત્રોચ્ચાર કર્યા હતાં. હવે ED આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચી છે.

ED એ પશ્ચિમ બંગાળ સરકાર, મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રાજ્યના DGP રાજીવ કુમાર અને કોલકાતા પોલીસ કમિશનર મનોજ વર્મા વિરુદ્ધ CrPC ની કલમ 32 હેઠળ અરજી દાખલ કરી છે.

ED એ લગાવ્યા ગંભીર આરોપ:

ED એ આરોપ લગાવ્યો કે 8 જાન્યુઆરી, 2026 ના રોજ કાયદેસરના સર્ચ ઓપરેશન દરમિયાન ઇરાદાપૂર્વક વિઘ્ન ઉભું કરવામાં આવ્યું હતું, જેને કારણે તપાસ કરવામાં તકલીફ ઉભી થઇ હતી. EDએ પુરાવાનો નાશ કરવા અને પુરાવા સાથે છેડછાડ કરવામાંનો પણ આરોપ પણ લગાવ્યો.

ED એ સુપ્રીમ કોર્ટને જણાવ્યું બેનર્જી 100 થી વધુ પોલીસ અધિકારીઓ સાથે પ્રતીક જૈનના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન દરમિયાન ED અધિકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ED દ્વારા જપ્ત કરવામાં આવેલા લેપટોપ, મોબાઇલ ફોન અને દસ્તાવેજો બળજબરીથી છીનવી લેવામાં આવ્યા હતા અને પુરાવા બે કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા

આ મામલે થઇ રહી છે તપાસ:

ED એ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) ની કલમ 17 હેઠળ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ પર પ્રતીક જૈનના નિવાસસ્થાન અને બિધાનનગરના સેક્ટર V માં ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી કન્સલ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડ (IPAC) ની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા હતાં.

કોલસાની કથિત દાણચોરી અને મની લોન્ડરિંગ સાથે જીડાયેલા ₹2,742.32 કરોડના કૌભાંડ અંગે તપાસ કરવામાં આવી રહી છે. EDના જણાવ્યા મુજબ ₹20 કરોડથી વધુ રકમ હવાલા ચેનલો મારફતે IPAC ને મળી હતી.

આ પણ વાંચો…મમતા બેનર્જીએ મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખ્યો, SIR અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button