નેશનલ

પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસમાં મોટી જવાબદારી મળવાની વાત વચ્ચે EDએ રોબર્ટ વાડ્રાને સમન્સ મોકલ્યું

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ઉદ્યોગપતિ અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું (ED sent summons to Robert Vadra) છે. હરિયાણાના શિકોહપુરમાં લેન્ડ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આજે મંગળવારે રોબર્ટ વાડ્રાને સમન્સ પાઠવ્યું હતું.

આ કેસમાં પૂછપરછ માટે તેમને આ બીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું છે. આ કેસમાં રોબર્ટ વાડ્રાને અગાઉ 8 એપ્રિલે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતાં. તેમ છતાં તેઓ EDના કાર્યાલય પહોંચ્યા ન હતા. ED વાડ્રાની કંપની, સ્કાયલાઇટ હોસ્પિટાલિટી સંબંધિત કથિત નાણાકીય ગેરરીતિઓની તપાસ કરી રહી છે.

શું છે મામલો?

કેસની જાણકરી મુજબ વાડ્રાની કંપનીએ ફેબ્રુઆરી 2008 માં ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી ગુડગાંવના શિકોપૂરમાં 3.5 એકરનો પ્લોટ 7.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. કંપનીએ આ જમીન રિયલ એસ્ટેટ જાયન્ટ DLF ને રૂ. 58 કરોડમાં વેચી દીધો. કંપનીને થયેલો આ મોટો ફાયદો મની લોન્ડરિંગનો ભાગ હોવાની EDને શંકા છે, એજન્સી મની ટ્રેલની તપાસ કરી રહી છે.

આપણ વાંચો:  અમેરિકન ટેરિફના કમઠાણ: ભારતીય રોકાણકારોના ₹ 11.30 લાખ કરોડનું ધોવાણ

અરવિંદ કેજરીવાલ લગાવ્યો હતો આરોપ:

ઓક્ટોબર 2011 માં, અરવિંદ કેજરીવાલે વાડ્રા પર રાજકીય લાભ માટે DLF લિમિટેડ પાસેથી 65 કરોડ રૂપિયાની વ્યાજમુક્ત લોન લેવાનો અને નકલી જમીન સોદાબાજી કરવાનો આરોપ લગાવ્યો હતો.

DLF એ જવાબ આપ્યો કે તેણે વાડ્રા સાથે એક ખાનગી એન્ટરપ્રેન્યોર તરીકે વ્યવહાર કર્યો હતો અને આ લોન વાડ્રા પાસેથી ખરીદેલી જમીન માટે ચૂકવણી કરવાના હેતુથી આપવામાં આવેલી ‘બિઝનેસ એડવાન્સ’ હતી.

જમીન સોદાઓમાં કથિત અનિયમિતતાઓ અંગે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા રોબર્ટ વાડ્રા, હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ભૂપિન્દર સિંહ હુડ્ડા અને DLF ની પણ તપાસ કરવામાં આવી રહી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button