નેશનલ

લીકર કેસઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડીએ પાઠવ્યું આઠમું સમન્સ

નવી દિલ્હીઃ દિલ્હી લીકર કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ફરી એક વાર સમન્સ મોકલ્યું છે. તપાસ એજન્સીએ અરવિંદ કેજરીવાલને આઠમું સમન્સ પાઠવ્યું છે.

દિલ્હીમાં લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે પણ ઈડીના કાર્યાલય પહોંચ્યા નહોતા. એજન્સીએ તેમને અગાઉ 22મી ફેબ્રુઆરીના સાતમું સમન્સ મોકલીને 26મી ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા.


અત્યાર સુધીમાં ઈડી દ્વારા પાઠવવામાં આવેલા એક પણ સમન્સમાં અરવિંદ કેજરીવાલ એજન્સી સમક્ષ ઉપસ્થિત રહ્યા નથી. આમ આદમી પાર્ટીએ આ મુદ્દે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે આ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે અને તેની સુનાવણી 16મી માર્ચે યોજવામાં આવશે.


આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે તપાસ એજન્સી વારંવાર સમન્સ જારી કરવાને બદલે કોર્ટના આદેશની રાહ જોવી જોઈએ. આમ આદમી પાર્ટીએ કહ્યું હતું કે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, તેથી એજન્સી વારંવાર સમન્સ મોકલવાને બદલે કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. કોર્ટમાં 16મી માર્ચે આ મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.


સાતમી વખત અરવિંદ કેજરીવાલ ઈડીના સમન્સ મુદ્દે હાજર થયા નથી. 22મી ફેબ્રુઆરીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને સાતમું સમન્સ પાઠવ્યું હતું અને ઈડી સમક્ષ હાજર થવા જણાવ્યું હતું. અત્યાર સુધીમાં એક પણ સમન્સ સામે કેજરીવાલ હાજર નહીં રહીને આ સમન્સ ગેરકાયદે હોવાનું જણાવ્યું હતું. કેજરીવાલે ઈડીને પત્ર લખીને આ સમન્સ પરત લેવાની પણ માગણી કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button