નેશનલ

દેશમા છેલ્લા 10 વર્ષમાં રાજનેતાઓ વિરુદ્ધ ED એ નોંધ્યા 193 કેસ, માત્ર બે કેસમાં જ સજા મળી

નવી દિલ્હી : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદની યાદવની ઇડીએ(ED)ચાર કલાક સુધી પૂછતાછ વચ્ચે ઇડીએ 10 વર્ષમાં રાજકીય પક્ષો સાથે સંકળાયેલા વ્યક્તિઓ પર કરેલા કેસોની વિગત પ્રકાશમાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા છેલ્લા 10 વર્ષમાં 193 કેસ નોંધાયા છે.પરંતુ તેમાંથી માત્ર બે જ કેસ પુરવાર થઇ શક્યા અને સજા મળી. આ માહિતી નાણા અને મહેસુલ મંત્રાલયે તાજેતરમાં સંસદમાં આપી હતી. જ્યારે કેરળના સાંસદ એ.એ. રહીમે આ સંદર્ભમાં પ્રશ્ન પૂછ્યો હતો.

આપણ વાંચો: ફોરેક્સ ટ્રેડિંગના નામે મોટું કૌભાંડઃ ઇડીએ 170 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા, યુપી-હરિયાણામાં દરોડો

ઇડી કેસોનો રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી

કેરળના સાંસદ રહીમે સંસદમાં આ પ્રશ્નો પૂછ્યા હતા. જેમાં તેમણે છેલ્લા 10 વર્ષમાં પક્ષ, રાજ્ય અને વર્ષ પ્રમાણે સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટીતંત્રના સભ્યો સામે નોંધાયેલા ઇડી કેસોની સંખ્યા પૂછી હતી. જેમાં પ્રથમ

પ્રશ્નના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક વહીવટકર્તાઓ તેમજ તેમના પક્ષ સામે નોંધાયેલા ઇડી કેસોનો રાજ્યવાર ડેટા જાળવવામાં આવતો નથી.

આપણ વાંચો: ઇડીએ કર્યો ઇન્ટરનેશનલ હવાલા રેકેટનો પર્દાફાર્શ, ક્રિપ્ટો હેર-ફેર કેસમાં જસપ્રીત બગ્ગાની ધરપકડ…

193 કેસમાંથી ફક્ત બે કેસમાં જ પુરવાર થયા

જોકે, તેમણે છેલ્લા 10 વર્ષ દરમિયાન વર્તમાન અને ભૂતપૂર્વ સાંસદો, ધારાસભ્યો, MLC અને રાજકીય નેતાઓ અથવા કોઈપણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલા કોઈપણ વ્યક્તિ સામેના કેસોની વર્ષવાર વિગતો આપી હતી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં નોંધાયેલા આ 193 કેસમાંથી ફક્ત બે કેસમાં જ પુરવાર થયા છે. જ્યારે હજુ સુધી કોઈને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા નથી. તાજેતરના વર્ષોમાં વિપક્ષી નેતાઓ સામે ઇડીના કેસોમાં સંભવિત વધારો અને આ વલણને વાજબી ઠેરવવા અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ કહ્યું કે આવો કોઈ ડેટા રાખવામાં આવતો નથી.

ઇડીની કાર્યવાહી હંમેશા ન્યાયિક સમીક્ષા માટે ખુલ્લી

જ્યારે ચોથા પ્રશ્નના જવાબમાં, એવું કહેવામાં આવ્યું હતું કે ઇડી ફક્ત વિશ્વસનીય પુરાવાના આધારે જ કેસ તપાસ માટે લે છે. જેમાં રાજકીય જોડાણ, ધર્મ અથવા અન્ય કોઈપણ આધાર પર કેસ વચ્ચે ભેદ પાડતી નથી. ઇડીની કાર્યવાહી હંમેશા ન્યાયિક સમીક્ષા માટે ખુલ્લી હોય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button