નેશનલ

Money Laundering Case: સમાજવાદી પાર્ટીના વિધાનસભ્યના નિવાસસ્થાને ઇડીના દરોડા

લખનઉઃ ઉત્તર પ્રદેશના કાનપુરમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ ગુરૂવારે મની લોન્ડરિંગની તપાસના ભાગરૂપે સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય ઇરફાન સોલંકી અને તેમના પરિવારના સભ્યોના પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

હાલમાં સોલંકી (૪૪) મહારાજગંજ જેલમાં બંધ છે અને સિસમાઉ વિધાનસભા બેઠક પરથી ચાર વખત વિધાનસભ્ય રહી ચૂક્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સોલંકીનું રહેઠાણ ડિફેન્સ કોલોની જાજમાઉ, બેકન ગંજ વિસ્તારની સંલગ્ન મિલકત સહિતના લગભગ પાંચ મકાનો અને જેલમાં બંધ તેના ભાઇ રિઝવાનના રહેઠાણને લખનઉ ઝોનલ ઓફિસની ઇડી ટીમો દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

કાનપુરમાં શૌકત અલી, બિલ્ડર હાઝી વાસી અને પાર્ટીના નૂરી શૌકતના પરિસરમાં અને મહારાષ્ટ્રના મુંબઇમાં એક પરિસરમાં પણ વહેલી સવારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોની સુરક્ષા સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. એજન્સીના અધિકારીઓને કેટલાક દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ મળી આવ્યા છે.

ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા તેમની સામે દાખલ કરવામાં આવેલી બહુવિધ એફઆઇઆરના આધારે ઇડી દ્વારા સોલંકી અને અન્ય લોકો વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યા પછી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પૂર્વ મુખ્ય પ્રધાન અખિલેશ યાદવની આગેવાની હેઠળના સપાના ધારાસભ્ય ડિસેમ્બર ૨૦૨૨થી મહારાજગંજ જેલમાં અનેક અપરાધિક કેસોના સંબંધમાં બંધ છે. તેમના પિતા સ્વર્ગસ્થ હાજી મુસ્તાક સોલંકી પણ સપામાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ઇરફાન સોલંકી અને રિઝવાનને પોલીસે અગાઉ એક મહિલાને હેરાન કરવા અને તેના પ્લોટને હડપ કરવા માટે તેના ઘરને આગ લગાડવા બદલ ધરપકડ કરી હતી. બાદમાં તેઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું. સોલંકી અને રિઝવાન સહિત અન્ય ત્રણ સામે પોલીસે ઉત્તર પ્રદેશ ગેંગસ્ટર અને એન્ટી-સોશિયલ એક્ટિવિટીઝ(પ્રિવેન્શન) એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…