નેશનલ
ટોરેસ કૌભાંડમાં ઈડીના મુંબઈ અને જયપુરમાં દરોડા
મુંબઈઃ રોકાણકારોને કથિત રીતે છેતરનાર ટોરેસ ઈન્વેસ્ટમેન્ટ `ફ્રોડ’ સાથે સંકળાયેલા પૈસાની હેરફેરના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દેશના અનેક ઠેકાણે દરોડા પાડ્યા હતા.
મુંબઈ અને રાજસ્થાનના જયપુર ખાતે 10-12 ઠેકાણે ઈડીએ દરોડા પાડ્યા હતા, એવું અધિકારીએ જણાવ્યું હતું. ફેડરલ એજન્સીએ થોડા સમય પહેલાં પ્રિવેન્શન મની ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ તપાસ શરૂ કરવા માટે મુંબઈ પોલીસની આર્થિક અપરાધ શાખા (ઈઓડબ્લ્યુ) ગુનાની ફરિયાદ નોંધી હતી.
3700થી વધુ રોકાણકારોએ છેતરપિંડીની ફરિયાદ સાથે મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો છે અને છેતરપિંડીની રકમ 57 કરોડ રૂપિયાથી વધુ છે