નેશનલ

ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઈડીના કોલસા માફિયા પર દરોડા, 10 કરોડની રોકડ જપ્ત

નવી દિલ્હી : ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં ઈડીએ કોલસા માફિયાઓ પર મોટી કાર્યવાહી શરૂ કરી છે. ઈડીએ 40 થી પણ વધારે સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. જેમાં રાંચીની ઈડીની ટીમે ઝારખંડમાં 18 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી કોલસા ચોરી અને દાણચોરી સંબંધિત ઘણા મોટા કેસ પર આધારિત છે. આ દરોડાના ઈડીએ 10 કરોડથી વધુની રોકડ અને દાગીના જપ્ત કર્યા છે. ઈડીએ અનિલ ગોયલ, સંજય ઉદ્યોગ, એલ.બી. સિંહ અને અમર મંડલ સંડોવાયેલા કેસોનો સમાવેશ થાય છે. આ કેસોમાં મોટા પાયે કોલસા ચોરી અને સરકારી મહેસૂલને કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું બહાર આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં 24 સ્થળોએ દરોડા

જયારે ઈડીની બીજી ટીમે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર, પુરુલિયા, હાવડા અને કોલકાતા જિલ્લામાં 24 સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ગેરકાયદે કોલસા ખાણકામ, ગેરકાયદે પરિવહન અને કોલસાના ગેરકાયદે સંગ્રહના કેસ સાથે સંબંધિત છે. જેમના પરિસરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે તેમાં નરેન્દ્ર ખડકા, અનિલ ગોયલ, યુધિષ્ઠિર ઘોષ, કૃષ્ણ મુરારી કાયલ અને અન્ય ઘણા લોકોનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : ઝારખંડ બંગાળમાં કૉલ માફિયા વિરુદ્ધ ઇડીની મોટી કાર્યવાહી: 40 ઠેકાણે દરોડા

42 સ્થળોએ દરોડામાં 10 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ જપ્ત

ઈડીની સંયુક્ત કામગીરીને કોલસા માફિયા નેટવર્ક માટે મોટો ફટકો માનવામાં આવે છે. ઈડીએ કુલ 42 સ્થળોએ દરોડા પાડ્યા અને 10 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ, કરોડો રૂપિયાના જમીનના દસ્તાવેજો અને કરોડો રૂપિયાના દાગીના જપ્ત કર્યા. કોલસા માફિયા કેસના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં સ્થળોએ સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 8 કરોડ રૂપિયાથી વધુ રોકડ રકમ અને દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં, ઝારખંડમાંથી 2.2 કરોડ રૂપિયાથી વધુ રોકડ અને 120 જમીનના દસ્તાવેજો મળી આવ્યા છે અને જપ્ત કરવામાં આવ્યા છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button