નેશનલ

લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદને શનિવારે હાજર થવાનું EDનું ફરમાન

પટણા: બિહારમાં રાજકીય ઉથલપાથલો વચ્ચે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)ની ટીમ પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવના ઘરે ત્રાટકી હતી. એવું કહેવાઇ રહ્યું છે કે તેમના હાથમાં કેટલાક કાગળિયા હતા. લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ પ્રસાદ સહિત સમગ્ર યાદવ પરિવાર ઘણા સમયથી EDના નિશાને છે.

EDના અધિકારીઓની એક ટીમ પટનાના 10 સર્ક્યુલર રોડ સ્થિત રાબડી આવાસ પર પહોંચી હતી અને પીળા પરબિડીયામાં નોટિસ પકડાવીને રવાના થઇ હતી. લાલુ યાદવ અને તેજસ્વી યાદવને દિલ્હી સ્થિત ED કાર્યાલયમાં શનિવાર સુધીમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે.

લેન્ડ ફોર જોબ સ્કેમમાં લાલુ યાદવ તેમના પત્ની રાબડીદેવી તથા પુત્ર તેજસ્વી યાદવ સહિત અનેક આરોપીઓ છે. બિહારમાં રેલવેની પરીક્ષાના ઉમેદવારોને નોકરીના બદલામાં જમીન આપવાનું કહીને કૌભાંડ આચરવા મુદ્દે રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો 18 જાન્યુઆરીએ સુરક્ષિત રાખ્યો હતો. સ્પેશિયલ જજ વિશાલ ગોગનેની કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે.
EDએ લાલુ પ્રસાદની પત્ની રાબડીદેવી, પુત્રી મીસા ભારતી ઉપરાંત તેમની અન્ય એક પુત્રી હેમા યાદવ સામે પણ આરોપો ઘડ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button