Paytm ને ફેમા હેઠળ ઇડીએ ફટકારી રૂપિયા 611 કરોડના ઉલ્લંઘનની નોટિસ…

નવી દિલ્હી : ડિજિટલ પેમેન્ટ એપ પેટીએમ(Paytm)ચલાવતી કંપની વન નાઇટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડને પેટીએમ અને તેની બે પેટાકંપનીઓ દ્વારા કુલ રૂપિયા 611 કરોડના કથિત ઉલ્લંઘન માટે ઇડીએ કારણદર્શક નોટિસ ફટકારી છે. કંપનીએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 27 ફેબ્રુઆરીએ જાહેર કરાયેલ નોટિસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) ની જોગવાઈઓના કથિત ઉલ્લંઘનના સંદર્ભમાં મોકલવામાં આવી છે.
Also read : IIT Babaનો આરોપઃ ન્યૂઝ ચેનલમાં બોલાવ્યા બાદ કરી મારામારી
વન નાઇટી સેવન લિમિટેડના આશરે રૂપિયા 245 કરોડ
કંપનીઓએ તેમની ફાઇલિંગમાં જણાવ્યું હતું કે, EDએ આપેલી નોટિસમાં કાયદા મુજબ ભરવાના બાકી નાણાંમાં પેટીએમની મુખ્ય કંપની વન નાઇટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડના આશરે રૂપિયા 245 કરોડ, લિટલ ઇન્ટરનેટના રૂપિયા 345 કરોડ અને નિયરબાય ઈન્ડિયાના રૂપિયા 20.9 કરોડ સામેલ છે.
નોટિસના સંબંધમાં કાનૂની સલાહ લેવામાં આવી રહી છે
વન નાઇટી સેવન કોમ્યુનિકેશન લિમિટેડે વધુમાં જણાવ્યું હતું કે તે નોટિસના સંબંધમાં કાનૂની સલાહ લેવામાં આવી રહી છે. તેમજ લાગુ પડતા કાયદા અને નિયમનકારી પ્રક્રિયાઓ અનુસાર આ મામલાને ઉકેલવા માટે યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા છે. તેણે કહ્યું કે કથિત ઉલ્લંઘનો ત્રણ કંપનીઓમાં ચોક્કસ રોકાણ વ્યવહારો સાથે સંબંધિત છે. નોઈડા-મુખ્ય મથક ધરાવતી કંપનીએ જણાવ્યું હતું કે બંને પેટાકંપનીઓમાં નિયમની સમસ્યા પેટીએમ દ્વારા હસ્તગત કરવામાં આવી તે પહેલાં પણ હતી.
Also read : WhatsApp ડાઉન થતા યુઝર પરેશાન, સાચું શું જાણો?
પેટીએમ શેરના ભાવમાં વધઘટ
જોકે, ગત ટ્રેડિંગ દિવસે BSE પર પેટીએમ ના શેર ઘટાડા સાથે રૂપિયા 716.30 પર બંધ થયા હતા. એક વર્ષ દરમિયાન કંપનીના શેરનું લઘુત્તમ સ્તર રૂપિયા 310 હતું, જ્યારે મહત્તમ સ્તર રૂપિયા 1063 હતું. આ દરે, કંપનીનું માર્કેટ કેપ રૂપિયા 45,676. 12 કરોડ છે.