નેશનલ

દિલ્હી લીકર કૌભાંડમાં આપ સાંસદ વિરુદ્ધ ઈડીએ ચાર્જશીટમાં લગાવ્યા આ આરોપ

દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સંજય સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. EDની ચાર્જશીટમાં સંજય સિંહને આરોપી બનાવવામાં આવ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે, EDએ ચાર્જશીટમાં આરોપ લગાવ્યો છે કે સંજય સિંહ આ કેસમાં ષડયંત્ર, મની લોન્ડરિંગ અને આરોપીઓને મદદ કરવામાં સામેલ હતા. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ 4 ડિસેમ્બરે બપોરે 2 વાગ્યે આની સુનાવણી કરશે.
ઑક્ટોબર મહિના દરમિયાન, EDએ દિલ્હીની દારૂની નીતિમાં કૌભાંડના સંદર્ભમાં સંજય સિંહના નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. આ પછી સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. આ જ કેસમાં તપાસ એજન્સીઓએ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પણ ધરપકડ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર દારૂ કૌભાંડના આરોપી દિનેશ અરોરાની જુબાનીના આધારે સંજય સિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તેની ચાર્જશીટમાં આરોપ લગાવ્યો હતો કે દારૂ કૌભાંડના આરોપી બિઝનેસમેન દિનેશ અરોરા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. આ બેઠકમાં સંજય સિંહ પણ હાજર હતા. ઈડી સમક્ષ દિનેશ અરોરાએ આપેલા નિવેદન મુજબ, તેઓ સૌપ્રથમ સંજય સિંહને એક કાર્યક્રમમાં મળ્યા હતા. આ પછી તે મનીષ સિસોદિયાના સંપર્કમાં આવ્યા હતા. સૂત્રોનું કહેવું છે કે, દિલ્હી ચૂંટણી પહેલા AAP નેતા દ્વારા આયોજિત ફંડ એકત્ર કરવાનો આ કાર્યક્રમ હતો.

ચાર્જશીટ મુજબ, સંજય સિંહના કહેવા પર દિનેશ અરોરાએ દિલ્હીમાં આગામી ચૂંટણી માટે પાર્ટી ફંડ એકત્ર કરવા માટે ઘણા રેસ્ટોરન્ટ માલિકો સાથે વાત કરી હતી. એટલું જ નહીં તેણે સિસોદિયાને 32 લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો. EDએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સંજય સિંહે દિનેશ અરોરાનો એક કેસ ઉકેલ્યો હતો જે એક્સાઈઝ વિભાગ પાસે પેન્ડિંગ હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
પિતૃ પક્ષની દરરોજ સાંજે કરો આ કામ પિતૃદોષથી મળશે મુક્તિ મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી