‘ED હવે હદ વટાવી રહી છે’, સુપ્રીમ કોર્ટે આ મામલે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી

નવી દિલ્હી: છેલ્લા ઘણા વર્ષોથી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની કાર્યવાહી સામે અનેક સવાલો ઉઠ્યા છે, વિપક્ષ આરોપ લગાવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર EDનું દુરુપયોગ કરી રહી છે.
એવામાં આજે એક કેસની સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ED અને સરકાર ફટકાર લગાવી હતી. ભારતના મુખ્ય ન્યાયધીશ બી આર ગવઈ(CJI B R Gavai)એ કહ્યું કે ED બધી સીમાઓ પાર કરી રહી છે, સરકાર દેશના ફેડરલ સ્ટ્રકચરનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહી છે.
આપણ વાંચો: Hathras Stampede: ‘ઘટના દુ:ખદ છે, પરંતુ અમે સુનાવણી નહીં કરીએ…’, સુપ્રીમ કોર્ટે આવું કેમ કહ્યું?
તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કરવામાં આવી રહેલી તપાસ અને દરોડાઓ પર રોક લગાવતી અરજી પર આજે સુનાવણી દમિયાન સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી હતી.
ચીફ જસ્ટિસ બીઆર ગવઈની આગેવાની હેઠળની બેન્ચે ED વતી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ (SG S V Raju)ને કહ્યું કે ED બધી મર્યાદાઓ પાર કરી રહી છે. કોર્પોરેશન સામે ગુનો કેવી રીતે બને છે? તમે દેશના ફેડરલ સ્ટ્રકચરનું સંપૂર્ણપણે ઉલ્લંઘન કરી રહ્યા છો.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલના ધરપકડ કેસમાં સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યા આ 5 મોટા સવાલ
તમિલનાડુ સરકારની દલીલ;
અગાઉ મદ્રાસ હાઈકોર્ટે TASMAC મુખ્યાલય પર EDના દરોડા સામે તમિલનાડુ સરકારે દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી, હાઈકોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે રજૂઆત કરી હતી કે રાજ્યએ 2014 થી 2021 દરમિયાન ભ્રષ્ટાચારના આરોપસર દારૂની દુકાનોના સંચાલકો સામે 41 FIR દાખલ કરી છે. જોકે, ED એ 2025 માં દરમિયાનગીરી કરી અને TASMAC મુખ્યાલય પર દરોડા પાડ્યા, અધિકારીઓના ફોન અને અન્ય ડિવાઈસીસ જપ્ત કર્યા.
આપણ વાંચો: Supreme court: હાલ કેજરીવાલ જેલમાં જ રહેશે, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ ફટકારી જવાબ માંગ્યો
વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે તે એક કોર્પોરેશન છે જે દારૂની દુકાનો આપે છે. અમને જાણવા મળ્યું કે જેમને દુકાનો આપવામાં આવી હતી તેમાંના કેટલાક લોકો રોકડ લાંચ લઈ રહ્યા હતા.
તેથી, રાજ્યએ 2014 થી 2021 વચ્ચે 41 લોકો સામે વિરુદ્ધ FIR દાખલ કરી હતી, કોર્પોરેશન વિરુદ્ધ નહીં. 2025 માં ED સક્રિય થાય છે અને કોર્પોરેશન (TASMAC) અને મુખ્યાલય પર દરોડા પાડે છે. ફોન લઈ લેવામાં આવ્યા. ડેટા ક્લોન કરવામાં આવ્યા.
આપણ વાંચો: સુપ્રીમ કોર્ટે EDને લગાવી ફટકાર, કહ્યું તમારી પાસેથી નિષ્પક્ષતાની અપેક્ષા, બદલો લેવાની નહીં
CJIની કેન્દ્ર સરકારને ટકોર:
આ દરમિયાન, મુખ્ય ન્યાયાધીશ બી આર ગવઈએ એડિશનલ સોલિસિટર જનરલને પ્રશ્ન કર્યો કે કોર્પોરેશન સામે ગુનો કેવી રીતે બને છે. તમે વ્યક્તિઓ સામે કેસ દાખલ કરી શકો છો, પણ કોર્પોરેશન સામે ફોજદારી કેસ કેવી રીતે? મિસ્ટર રાજુ, તમારી ED બધી હદો પાર કરી રહી છે.
TASMAC વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ રજૂઆત કરી હતી કે ED એ TASMAC અધિકારીઓના ફોનની ક્લોન ડેટા કોપી કર્યો છે, જે તેમની પ્રાઈવસીનું ઉલ્લંઘન છે. એએસજી રાજુએ દાવો કર્યો હતો કે આ 1000 કરોડ રૂપિયાની છેતરપિંડીનો મામલો છે. જોકે, મુખ્ય ન્યાયાધીશે પ્રશ્ન કર્યો કે પ્રાથમિક ગુનો શું છે, ED હદ વટાવી રહી છે.
આપણ વાંચો: ઓપરેશન સિંદૂર મુદ્દે વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા પ્રોફેસરને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા , મૂકી આ શરતો
શું છે મામલો:
ઉલ્લેખનીય છે કે આ કેસ તમિલનાડુમાં 1000 કરોડ રૂપિયાના કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત છે. માર્ચમાં ED દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ, આરોપો લગાવવામાં આવ્યા ડિસ્ટિલરી કંપનીઓએ કથિત રકમનો ઉપયોગ બિનહિસાબી રોકડ તરીકે કર્યો હતો અને તેનો ઉપયોગ TASMAC પાસેથી વધુ સપ્લાય ઓર્ડર મેળવવા માટે કરવામાં આવ્યો હતો.
TASMAC ના વરિષ્ઠ અધિકારીઓ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેની દુકાનો પર MRP કરતાં વધુ કિંમત વસૂલવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
TASMAC માં ભ્રષ્ટાચારના સંદર્ભમાં ડિરેક્ટોરેટ ઓફ વિજીલન્સ એન્ડ એન્ટી કરપ્શન (DVAC) દ્વારા દાખલ કરાયેલી 41 FIR ના આધારે ED એ કેસ નોંધ્યો. 23 એપ્રિલના રોજ, હાઈકોર્ટે તમિલનાડુ રાજ્ય અને TASMAC દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી, ત્યાર બાદ તમિલનાડુ સરકાર અને TASMAC એ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
તાજેતરમાં, ED એ તમિલનાડુમાં અનેક સ્થળોએ ફરી દરોડા પાડ્યા હતા, જેમાં TASMAC ના મેનેજિંગ ડિરેક્ટરના ઘરનો પણ સમાવેશ થાય છે. TASMAC ના MD ની લગભગ 10 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.