નેશનલ

કથિત રાશન કૌભાંડમાં ઇડીએ પશ્ચિમ બંગાળના પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)એ કથિત રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ તૃણમૂલ કોંગ્રેસના નેતા અને બંગાળ સરકારના પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં ઇડીની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં આવેલા મલિકના ઘરે તપાસ પહોંચી હતી. ઇડીના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી, જે મોડી રાત સુધી ચાલુ રહી. બાદમાં મોડી રાત્રે કથિત ભ્રષ્ટાચારના કેસમાં ઇડીએ તેમની ધરપકડ કરી હતી.

ઇડીએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ સરકારના પ્રધાન જ્યોતિપ્રિયા મલિકની કથિત રાશન વિતરણમાં ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ઈડી અધિકારીઓ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના કર્મચારીઓની મદદથી મલિકને લઈ જઈ રહ્યા હતા, ત્યારે મીડિયાકર્મીઓ સાથે વાત કરતા મલિકે કહ્યું કે તેમને એક મોટા ષડયંત્રનો શિકાર બનાવવામાં આવ્યા છે.

જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્ય પ્રધાન તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે. અગાઉ તેમની પાસે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો હવાલો હતો. ઈડીએ સેન્ટ્રલ ફોર્સના જવાનો સાથે મળીને માલિકના બે ફ્લેટ પર દરોડા પાડ્યા હતા. મલિકની સાથે તેના ભૂતપૂર્વ અંગત સહાયકના નિવાસસ્થાન સહિત અન્ય આઠ ફ્લેટની પણ તપાસ કરવામાં આવી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button