Haryana માં ઇડીની મોટી કાર્યવાહી, ગેરકાયદે ખનન કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય Surendra Panwar ની ધરપકડ
પાનીપત : હરિયાણામાં(Haryana)એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે હરિયાણામાં મોટી કાર્યવાહી કરી છે. જેમાં તપાસ એજન્સીએ શનિવારે સોનીપતથી કોંગ્રેસના ધારાસભ્ય સુરેન્દ્ર પંવારની(Surendra Panwar) ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઈડીએ ગેરકાયદે માઈનિંગ કેસમાં પંવાર વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે. EDની ટીમ તેને અંબાલા ઓફિસ લઈ ગઈ છે.
EDને ત્યાંથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા
હાલમાં જ ગેરકાયદે ખનન સાથે જોડાયેલા એક કેસમાં EDની ટીમે યમુનાનગરમાં ધારાસભ્ય સુરેન્દ્ર પંવાર અને પૂર્વ ધારાસભ્ય દિલબાગ સિંહના ઘર પર દરોડા પાડ્યા હતા. EDને ત્યાંથી ઘણા મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા. આ પછી હવે સુરેન્દ્ર પંવારની ધરપકડ કરવામાં આવી છે.
એફઆઈઆર નોંધ્યા પછી EDએ તપાસ હાથ ધરી
આ કેસ યમુનાનગર વિસ્તારમાં સિન્ડિકેટ દ્વારા આશરે રૂ. 400-500 કરોડના ગેરકાયદે ખનન સાથે સંબંધિત છે. ગયા વર્ષે, હરિયાણા પોલીસે પંવાર અને અન્ય લોકો વિરુદ્ધ ગેરકાયદે ખનન સંબંધમાં ઘણી એફઆઈઆર નોંધ્યા પછી EDએ તપાસ હાથ ધરી હતી.