ED એકશનમાં, 7600 કરોડના ડ્રગ્સ કેસમાં દિલ્હી -મુંબઇમાં અનેક સ્થળોએ દરોડા
નવી દિલ્હી : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) હવે દિલ્હી ડ્રગ્સ કેસની તપાસ કરશે. કેન્દ્રીય તપાસ એજન્સી EDએ 7,600 કરોડ રૂપિયાના ડ્રગ્સ ઝડપાવનો કેસ PMLA હેઠળ નોંધ્યો હતો. આ કેસ નોંધ્યા પછી ઇડીએ દિલ્હી એનસીઆર અને મુંબઈના ઘણા સ્થળો પર દરોડા પાડ્યા છે.
એબીએન બિલ્ડટેકમાં ઓફિસમાં દરોડા પાડયા
ઇડીની ટીમે હાલના આરોપી આણે આરટીઆઇ સેલ કોંગ્રેસના પૂર્વ ચેરમેન તુષાર ગોયલના વસંત વિહાર ખાતેના ઘર,
તેમના રાજોરી ગાર્ડન સ્થિત નિવાસ, પ્રેમનગરમાં આરોપી હિમાંશુના નિવાસે, મુંબઇના નાલાસોપારા સ્થિત ભારત કુમારના નિવાસે, આ ઉપરાંત દિલ્હીમાં ઝંડેવાલનમાં તુષાર બુક પબ્લિકેશન અને ગુરગ્રામમાં એબીએન બિલ્ડટેકમાં ઓફિસમાં દરોડા પાડયા છે.
10 દિવસમાં 7,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું
ગઈકાલે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રમેશ નગર વિસ્તારમાં દરોડા પાડીને 2,000 કરોડ રૂપિયા અને ડ્રગ્સ રિકવર કર્યું હતું. આ પહેલા 1 ઓક્ટોબરે મહિપાલપુરમાં સ્પેશિયલ સેલે દરોડા પાડીને 5,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અત્યાર સુધીમાં, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ કેસમાં સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેમના સરનામાઓ પરથી 7,600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.
દિલ્હી પોલીસ દ્વારા બહાર પાડવામાં આવ્યું લુકઆઉટ નોટિસ
દિલ્હી પોલીસે રૂપિયા 7,000 કરોડથી વધુના ડ્રગ્સ ઝડપાવાના કેસમાં છ વ્યક્તિઓ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. તેમાં ભારતીય મૂળના બ્રિટિશ નાગરિકનો સમાવેશ થાય છે જે પશ્ચિમ દિલ્હીમાંથી 208 કિલો ડ્રગ્સ ઝડપાયું તે પૂર્વે દેશ છોડીને ભાગી ગયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટિશ નાગરિક સવિન્દર સિંહ ગયા મહિને 208 કિલોગ્રામના કન્સાઈનમેન્ટ અને ડિલિવરીની દેખરેખ માટે ભારત આવ્યો હતો.જેના વિશે શંકા હતી કે તે યુએસથી આવ્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સિન્ડિકેટના પ્રથમ ચાર સભ્યોની ધરપકડ પછી તરત જ યુકે ભાગી ગયો તે પહેલાં સવિંદર સિંહે ત્રણ અલગ-અલગ સ્થળોએ દિલ્હીમાં લગભગ 25 દિવસ રોકાયો હતો.