નેશનલ

પીએફઆઈ પર ED ની મોટી કાર્યવાહી, 56 કરોડ રૂપિયાની સંપત્તિ લીધી ટાંચમાં…

નવી દિલ્હીઃ ઈડીએ પીએમએલએ અંતર્ગત અનેક ટ્રસ્ટો, કંપનીઓ અને વ્યક્તિઓના નામમ પર પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ)ની માલિકી અને નિયંત્રણ વાળી 35.43 કરોડ રૂપિયાની 19 અચલ સંપત્તિ ટાંચમાં લીધી છે. જાણકારી મુજબ, તપાસ એજન્સએ 16 ઓક્ટોબરે આ સંપત્તિને ટાંચમાં લીધી હતી. આ પહેલા ઈડીએ 16 એપ્રિલના રોજ 21.13 કરોડ રૂપિયાના મૂલ્યની 16 અચલ સંપત્તિ ટાંચમાં લીધી હતી. પીએફઆઈ તથા અન્ય મામલામાં અત્યાર સુધી એજન્સી તરફથી 56.56 રૂપિયાની કુલ 35 અચલ સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે.

ઈડીએ આ મામલે કહ્યું, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન પીએફઆઈ ભારતમાં જિહાદના માધ્યમથી ઈસ્લામી આંદોલન બનાવવાનું કામ કરી રહ્યું હતું. જેમાં અહિંસક હવાઈ હુમલા અને ગોરિલા થિયેટર ઉપરાંત ક્રૂરતા તથા દમનની અનેક રીત સામેલ હતી. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, તેમના સંગઠન અને તેની સાથે જોડાયેલી સંસ્થાઓ સામે ચાલી રહેલી તપાસ અંતર્ગત 35 કરોડ રૂપિયાથી વધારેની નવી સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે, જે અનેક ટ્રસ્ટો, કંપનીઓ અને વ્યક્તિઓના નામ પર પીએફઆઈના નિયંત્રણમાં છે.

ઈડી, એનઆઈએ તથા અનેક રાજ્યની પોલીસે તરફથી દેશભરમાં દરોડા પાડવામાં આવ્યા બાદ સપ્ટેમ્બર 2022માં કેન્દ્રએ પીએફઆઈ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઈડીએ આરોપ લગાવ્યો કે 2006માં કેરળમાં ગઠિત પરંતુ દિલ્હીમાં હેડ ક્વાર્ટર ધરાવતા પીએફઆઈનો વાસ્તવિક ઉદ્દેશ તેના બંધારણમાં બતાવ્યા કરતા અલગ છે. પીએફઆઈનો અસલી ઉદ્દશે જિહાદના માધ્યમથી ભારતમાં ઈસ્લામી આંદોલનને અંજામ આપવા માટે એક સંગઠન બનાવવાનો છે.

પીએફઆઈ પર ફેબ્રુઆરી 2020 માં દિલ્હીના રમખાણો દરમિયાન હિંસા ભડકાવવામાં સક્રિય રૂપે સામેલ હોવાનો પણ આરોપ લાગી ચૂક્યો છે. ઈડીએ આરોપ લગાવ્યો હતો કે પીએફઆઈએ ભારતની એકતા, અખંડતને નબળી પાડવા તથા સાંપ્રદાયિક સદભાવના બગાડવાના ઈરાદે મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થાનો તથા વ્યક્તિ પર હુમલા કરવા માટે ઘાતક હથિયાર અને વિસ્ફોટક ઉપકરણ એકત્ર કરવા આતંકવાદી ટોળકી બનાવવાની યોજના હતી. પીએફઆઈના સિંગાપુર અને ખાડી દેશોમાં 13,000થી વધારે સક્રિય સભ્ય હતા. જેમાં કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરબ અને યુએઈ સામેલ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button