AI ને કારણે નોકરીઓને જોખમ; Economic Survey 2024-25માં ચેતવણી
નવી દિલ્હી: આજે બજેટ સત્રના પહેલા દિવસે કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ઇકોનોમિક સર્વે 2024-2025 રજુ કર્યો હતો. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના વધી રહેલા જોખમોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સર્વેમાં જણાવવામાં આવ્યું કે AI હેલ્થકેર, રીસર્ચ, ફાઈનાન્સ અને એજ્યુકેશન સુધીના કાર્યમાં ક્રાંતિ લાવી રહ્યું છે, ત્યારે તેના વરવા પરિણામો પણ આવી શકે છે.
સર્વે મુજબ AIને ખાસ કરીને મધ્યમ અને ઓછી આવક ધરાવતા કર્મચારીઓને અસર કરી શકે છે. આર્થિક સર્વેક્ષણ 2025 મુજબ, AIની નિર્ણયો લેવાની ક્ષમતા માણસો કરતા વધુ મજબૂત બનશે, જેના કારણે નોકરીઓને વ્યાપક અસર થઇ શકે છે. AI નોકરીઓ માટે જોખમ બની શકે છે.
આપણ વાંચો: ડોન્કિનોમિકસ: એ વળી કઈ બલા છે?!
સર્વે મુજબ AIને વ્યાપકપણે અપનાવવામાં આવે તે પહેલાં AI ડેવલોપર્સે કેટલાક પડકારોને દૂર કરવાની જરૂર છે. સ્કેલિંગ માટે AI ને પણ માળખાગત સુવિધાઓની જરૂર છે, જે બનાવવામાં સમય લાગે છે.
લેબર અને ટેકનોલોજી વચ્ચે જ્યારે યોગ્ય રીતે સંતુલનમાં રહે છે ત્યારે, તે એકબીજાના પૂરક બની શકે છે. પોલિસી મેકર્સે ઇનોવેશન અને સામાજિક મુલ્યોનું સંતુલન બનાવવું જોઈએ, કારણ કે બેલાર માર્કેટમાં AIની કાયમી અસરો થઈ શકે છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતને વૈશ્વિક ઇનોવેશન પાવરહાઉસ બનાવવાના સરકારના વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે ઇન્ડિયા AI મિશનના પ્રારંભની પ્રશંસા કરી.