ભારત સહિત ત્રણ દેશોમાં અનુભવાયા ભૂકંપના આંચકા! રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે આપી વિગતો

નવી દિલ્હીઃ આજે સવારે અનેક દેશોમાં ભૂકંપના આંચકા આવ્યાં છે. ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ આવ્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ભારતમાં ઉત્તરાખંડ (Uttarakhand)ના ચમોલીમાં ભૂકંપ (Chamoli Earthquake)ના આચંકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.3ની નોંધાઈ છે. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર (National Center for Seismology)ના રિપોર્ટ પ્રમાણે ચમોલીમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. આ સાથે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના આકંડા પ્રમાણે અન્ય બે દેશ અફઘાનિસ્તાન (Afghanistan Earthquake) અને મ્યાનમાર (Myanmar Earthquake)માં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મ્યાનમારમાં 3.7ની તીવ્રતાનો ભૂંકપ આવ્યો હતો. જ્યારે અફઘાનિસ્તાનમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે લોકો ગભરાઈને ઘરની બહાર દોડી આવ્યાં હતાં.
ઉત્તરાખંડમાં રાત્રે 02:44 વાગ્યે આવ્યો ભૂકંપ
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ ઉત્તરાખંડના ચમોલી ભૂકંપ અંગે માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં જણાવ્યું કે, આ જિલ્લાલમાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેનું કેન્દ્રબિંદુ જમીનમાં 10 કિમી નીચે હતું. આ પહેલા 8મી જુલાઈએ બપોરે 1.07 વાગયાની આસપાસ પણ ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2ની નોંધાઈ હતી.
મ્યાનમારમાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના રિપોર્ટ પ્રમાણે આજે રાત્રે 3:26 વાગ્યો મ્યાનમારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તેની રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 105 કિમી નીચે હોવાનું જણાવ્યું છે. મ્યાનમારમાં આ લગાતાર બીજો ભૂકંપ આવ્યો છે. ગઈ કાલે પણ મ્યાનમારમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જો કે, આ બન્ને ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી.
અફઘાનિસ્તાનમાં લગાતાર બે ભૂકંપના આંચકા આવ્યાં
આજે વહેલી સવારે અફઘાનિસ્તાનમાં પણ બે મોટા ભૂકંપના આંચકા આવ્યાં હતાં. પહેલ ઝટકો રાત્રે 1:26 વાગ્યે આવ્યો હતો. જેની રિક્ટર સ્કેલ પર 4.2ની તીવ્રતા નોંધાઈ હતી. જ્યારે બીજો ભૂકંપ રાત્રે જ 2:11 વાગ્યે આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.0ની નોંધાઈ હતી. જો કે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યાં નથી. પરંતુ લગાતાર ભૂંકપના આંચકા આવ્યા હોવાથી લોકો ગભરાઈ ગયા હતા અને ઘરની બહાર ખુલ્લા મેદાનમાં દોડી આવ્યાં હતાં.
આ પણ વાંચો…ચિલીમાં ફરી એકવાર ધરા ધ્રુજી, 5.7ની તીવ્રતા નોંધાઈ; જુલાઈમાં આ ચોથો ભૂકંપ આવ્યો