
નવી દિલ્હી : ભારતના અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકો અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે 05:06 વાગ્યે અરુણાચલ પ્રદેશના દિબાંગ ખીણમાં રિક્ટર સ્કેલ પર 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. જોકે, ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી હાલમાં કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાનની માહિતી નથી. ભૂકંપના આંચકા બાદ સ્થાનિકઓમાં ગભરાટ ફેલાઈ હતી.
ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં પણ ભૂકંપ
આ ઉપરાંત ગત મોડી રાત્રે ઇન્ડોનેશિયાના ઉત્તર સુમાત્રામાં રિક્ટર સ્કેલ પર 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર રાત્રે 02. 50 વાગ્યે સુમાત્રામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે તેમાં જાન માલની નુકસાનની કોઇ માહિતી સાંપડી નથી.
બુધવારે નેપાળમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો
આ પૂર્વે બુધવારે નેપાળમાં 4.6 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ માહિતી નેપાળના ભૂકંપ દેખરેખ કેન્દ્ર દ્વારા આપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ દેખરેખ અને સંશોધન કેન્દ્ર અનુસાર ભૂકંપ બુધવારે સાંજે 6:11 વાગ્યે આવ્યો હતો. જેનું કેન્દ્ર બિંદુ દેશના પૂર્વમાં સોલુખુમ્બુ જિલ્લાના છેસકામ વિસ્તારમાં હતું. કાઠમંડુ અને અન્ય પડોશી જિલ્લાઓમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે, ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી.
આ પણ વાંચો….વહેલા સવારે ધ્રૂજી ઉઠી ચીનની ધરતી! 4.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, એનએસસીએ કરી પુષ્ટિ