નેશનલ

બંગાળની ખાડીમાં પણ આવ્યો ભૂકંપ…

કોલકાતા: મંગળવારે એટલે કે 7 ઓક્ટોબરના રોજ સવારે બંગાળની ખાડીમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકા સવારે 5.32ના સુમારે આવ્યા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર આ ભૂકંપનું સ્થાન બંગાળની ખાડીમાં 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. જો કે ભૂકંપનું કેન્દ્ર આંદામાન નિકોબાર ટાપુઓથી દૂર છે. આ ભૂકંપ ખાડીમાં આવ્યો હોવાના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

ગઇકાલે 6 નવેમ્બરના રોજ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં યુપી, બિહાર, ઉત્તરાખંડ, હરિયાણા જેવા રાજ્યોમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. છેલ્લા ઘણા સમયથી ઉત્તર ભારતમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. સોમવારે ભૂકંપનો આંચકો અનુભવાયો તે અગાઉ શુક્રવારે રાત્રે પણ લોકોને ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ વખતે ભૂકંપના આંચકાની તીવ્રતા ઓછી હોવાના કારણે કોઇ મોટું નરસાન કે જાનહાનિ થઇ નહોતી.


ઉલ્લેખનીય છે કે નેપાળના પશ્ચિમ ભાગમાં જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને ઘણી જાનહાનિ થઇ તેમજ ઘણા મોટા પ્રમાણમાં નુકસાન પણ થયું હતું. તેપળમાં આવેલા ભૂકંપ બાદ ઉત્તર ભારતમાં પણ આંચકા અનુભવાયા હતા. નોંધનીય છે કે શુક્રવારે નેપાળમાં આવેલા ભકંપમાં 153 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપના આંચકા દિલ્હી-NCR સુધી પણ અનુભવાયા હતા. લોકો ઘરની બહાર નીકળતા જોવા મળ્યા હતા.

નેપાળના નેશનલ સિસ્મોલોજીકલ સેન્ટરના જણાવ્યા અનુસાર જાજરકોટ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક સમય અનુસાર સાંજે 4.31 કલાકે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર હતો કે તેની અસર રાજધાની કાઠમંડુમાં પણ અનુભવાઈ હતી. તેમજ નવ મિનિટ પછી નેપાળના આ જ વિસ્તારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા. ત્યારે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.5 માપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button