ટોપ ન્યૂઝનેશનલ

નોર્થ ઇસ્ટના આ રાજ્યમાં અનુભવાયા ભૂકંપના આંચકા, લોકોમાં ગભરાટ…

ઇટાનગર: શુક્રવારે આવેલા ભૂકંપે મ્યાનમાર અને થાઈલેન્ડમાં ભારે તારાજી સર્જી હતી, ભૂકંપ બાદ ઘણા આફ્ટરશોકસ અનુભવાયા હતાં. એવામાં આજે સોમવારે ઉત્તર પૂર્વીય ભારતના રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો (Earthquake in Arunachal Pradesh) હતો. અહેવાલ મુજબ આજે બપોરે 2:38 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં.

રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશમાં શી યોમી હતું, કેન્દ્ર સપાટીથી 10 કિલોમીટર નીચે હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભારત અને ચીનની સરહદની ખૂબ નજીક હતું.

ભૂકંપને કારણે નુકશાનના કોઈ અહેવાલ નથી, પરંતુ તાજેતરમાં મ્યાનમારમાં આવેલા ભૂકંપથી સર્જાયેલી તારાજીને કારણે લોકોમાં ભયનો માહોલ છે. લોકોને ડર છે કે પ્રદેશમાં ભૂકંપના વધુ મોટા આંચકા આવી શકે છે.

ભારતનો લગભગ 59% વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ છે, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભૂકંપના જોખમના આધારે દેશને 4 સિસ્મિક ઝોનમાં વર્ગીકૃત કર્યો છે. ઝોન V સૌથી વધુ સક્રિય છે, જેમાં હિમાલય વિસ્તારોનો સમાવેશ થાય છે, જ્યારે ઝોન II સૌથી ઓછો સંવેદનશીલ વિસ્તાર છે.

આપણ વાંચો: આખરે માતાની મમતા જીતી! 200 દિવસ બાદ મળ્યું જીવતું બાળક પણ પિતાનાં કારનામાનો થયો પર્દાફાશ

અરુણાચલ પ્રદેશ ભૂકંપ સંવેદનશીલ વિસ્તારોમાંનો એક છે. અહીં વારંવાર ભૂકંપ આવે છે. જોકે સામાન્ય રીતે અહીં વધુ તીવ્રતાના ભૂકંપ આવતા નથી, જેને કારણે વધુ નુકસાન થતું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button