
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલી ભૂકંપમાં અનેક લોકોના મોત થયાં હતા. ત્યારે બાદ દિલ્હીમાં આગામી 24 કલાકમાં 7 ની તીવ્રતાના ભૂકંપની આગાહી કરવામાં આવી હતી. જેને લઈને લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કારણે કે, 7 ની તીવ્રતાના ભૂકંપની આગાહી કરવામાં આવી હતી. આટલી તીવ્રતાના ભૂકંપમાં મોટાપાયે નુકસાન થઈ શકે છે. પરંતુ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ ભયાનક આગાહીને વિશે સ્પષ્ટતા કરી છે અને લોકોને ચિંતા મુક્ત રહેવા કહ્યું છે. કારણ કે, આ ભૂકંપની આગાહી કોઈ પણ પ્રકારના વૈજ્ઞાનિક આધાર વિના કરવામાં આવી છે.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ લોકોને ચિંતા મુક્ત રહેવા કહ્યું
ખાસ કરીને વાત કરવામાં આવે તો, વિકાસ જીઓસેન્સિંગ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર વિકાસ કુમાર દ્વારા ભૂંકપની આગાહી કરવામાં આવી હતી. વિકાસ કુમારે આગાહી કરતા લખ્યું કે, ‘31 માર્ચના રોજ, સવારે 7:15 વાગ્યે, ધરતીકંપ અર્લી વોર્નિંગ સિસ્ટમ (ANDSS) તરફથી દિલ્હીથી 100 કિલોમીટરના અંતરે ઉત્તર-દક્ષિણ દિશામાં 20 ડિગ્રી પર ભૂકંપના પ્રથમ સંકેત પ્રાપ્ત થઈ રહ્યો છે. આ ભૂકંપ 3 થી 5 ની તીવ્રતા વચ્ચે આવી શકે છે.’ મહત્વની વાત એ છે કે, આજે 31 તારીક છે અને સવારે કોઈ પણ પ્રકારના ભૂકંપના આંચકા અનુભવાયા નથી. જેથી વિકાસ કુમારની ભવિષ્યવાણી વિજ્ઞાનિક આધાર વિનાની હોવાનું સાબિત થયું છે.
આગામી 24 કલાકમાં ભૂકંપ આવશેઃ વિકાસ કુમારની પોકળ આગાહી
વિકાસ કુમારે આગાહી કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, ‘ભૂંકપનું બીજુ સિગ્નલ ભારત નેપાળ બોર્ડર પરથી આવી રહ્યું છે. જેનું અંતર 300 કિમી દૂર છે, અને આ ભૂકંપ દિલ્હીથી ઉત્તર પૂર્વની દિશામાં આવી રહ્યો છે. આ ભૂકંપ 5 થી 7 ની તીવ્રતાનો હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આગામી 24 કલાકમાં આ ભૂકંપ આવશે, જેની જાણકારી દિલ્હીના પાંડવ નગરના ગણેશ નગરમાં લગાવવામાં આવેલા મશીનથી મળી છે.’ જોકે, NCSએ X પર પોસ્ટ કરીને આ દાવાનું ખંડન કર્યું છે.
આ પણ વાંચો :Eid-ul-Fitr : પીએમ મોદી અને યુપીના સીએમ યોગીએ પાઠવી ઈદની શુભેચ્છા
વિકાસ કુમાર પહેલા પણ આવા દાવા કરી ચૂક્યા છેઃ NCS ડાયરેક્ટર
સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા NCSના ડાયરેક્ટર ઓપી મિશ્રાએ લખ્યું કે, ‘આ ભવિષ્યવાણી વિકાસ કુમારે પોતાના સ્તરે કરી છે. આ માટે નેશનલ સિસ્મોલોજી સેન્ટર પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. એનસીએસ દ્વારા કહેવામાં આવ્યું છે કે વિકાસ કુમાર પહેલા પણ આવા દાવા કરી ચૂક્યા છે, જ્યારે તેમને વારંવાર આવા પાયાવિહોણા સમાચાર ફેલાવીને ગભરાટ ન ફેલાવવાની અપીલ કરવામાં આવી છે.’ નોંધનીય છે કે, વારંવાર વિકાસ કુમાર પોતાની જાતે જ ભૂકંપની આગાહી કરી દેતા હોય છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાય છે, પરંતુ NCS આવી અફવાથી દૂર રહેવા અને ચિંતામુક્ત રહેવાની વાત કરી છે.