નેશનલ

મણિપુરમાં 5.7ની તીવ્રતાનાં ભૂકંપના આંચકાઃ ઉત્તર-પૂર્વનાં અન્ય રાજયો પણ પ્રભાવિત

ઇમ્ફાલ: પૂર્વીય રાજ્ય મણિપુરમાં આજે 5.7ની તીવ્રતાનાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ભૂકંપના આંચકા સમગ્ર ઉત્તરપૂર્વમાં અનુભવાયા હતા. 5.7 રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ સવારે 11:06 વાગ્યે અનુભવાયો હતો. શિલોંગમાં પ્રાદેશિક ભૂકંપશાસ્ત્રીય કેન્દ્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના યૈરીપોકથી 44 કિમી પૂર્વમાં અને 110 કિમી ઊંડાઈએ નોંધાયું છે.

આ ભૂકંપનો આંચકો આસામ, મેઘાલય અને પ્રદેશના અન્ય ભાગોમાં અનુભવાયા હતા. બપોરે 12:20 વાગ્યે મણિપુરમાં 4.1ની તીવ્રતાનો બીજો ભૂકંપનો આંચકો આવ્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, તેનું કેન્દ્રબિંદુ કામજોંગ જિલ્લામાં 66 કિમી ઊંડાઈએ નોંધાયું હતું.

ઘણી ઇમારતોમાં તિરાડો પડી

ભૂકંપનાં આંચકાઓ બાદ પછી મણિપુરની ઘણી રહેવાસી ઇમારતોમાં તિરાડો જોવા મળી હતી. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં થૌબલ જિલ્લાના વાંગજિંગ લામડિંગમાં એક શાળાની ઇમારતમાં તિરાડો જોવા મળી હતી. એવી પણ માહિતી છે કે આ શાળામાં મણિપુરમાં ચાલી રહેલા સઘર્ષથી પ્રભાવિત લોકો માટે રાહત શિબિર ચલાવવામાં આવી રહી હતી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button