ટોપ ન્યૂઝનેશનલ

તેલંગાણામાં 5.3 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, મહારાષ્ટ્રમાં પણ અસર વર્તાઈ

હૈદરાબાદ: આજે બુધવારે વહેલી સવારે તેલંગાણાના ઘણા વિસ્તારોમાં ભૂકંપના આંચકા (Earthquake in Telangana) અનુભવાયા હતા. મહારાષ્ટ્ર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં પણ ધરતી ધ્રુજી હતી. વહેલી સવારે આવેલા આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતાં.

NCSએ શું કહ્યું:
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર તેલંગાણાના મુલુગુ જિલ્લામાં સવારે 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. રાજધાની હૈદરાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ સવારે 7.27 કલાકે આવ્યો હતો. તેનું કેન્દ્ર જમીનથી 40 કિલોમીટર ઊંડાઈએ હતું.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ એક્સ પર પોસ્ટ કર્યું કે “M: 5.3 નો EQ, તારીખ: 04/12/2024 07:27:02 IST, Lat: 18.44 N, Long: 80.24 E, ઊંડાઈ: 40 Km, સ્થાન: મુલુગુ, તેલંગાણા,”

તેલંગાણામાં દુર્લભ ઘટના:
હાલ જાનહાનિ અથવા મોટા નુકસાનના કોઈ અહેવાલો નથી. પ્રસાશનપરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા છે, નિષ્ણાતોએ ભૂકંપ દરમિયાન રહેવાસીઓને સાવચેત રહેવા અને ભીડવાળા અથવા અસુરક્ષિત માળખાથી દુર રહેવાની સલાહ આપી છે.

Also Read – Breaking News : South Korea માં ઇમરજન્સીની જાહેરાત, માર્શલ લો લાગુ

તેલંગાણા ભાગ્યે જ ભૂકંપ અનુભવાય છે, જે આ પ્રદેશમાં ભૂકંપ આવવો એક દુર્લભ ઘટના છે. એક X યુઝર તેલંગાણા વેધરમેને જણાવ્યું કે, “છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત, તેલંગાણામાં સૌથી પ્રબળ પૈકીનો એક, 5.3 તીવ્રતાનો ભૂકંપ આજે મુલુગુ ખાતે આવ્યો હતો.”

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button