
નવી દિલ્હીઃ મ્યાનમાર અને થાઈલેન્ડ ભૂકંપના આંચકાથી ધણધણી ઉઠ્યા હતા. રિક્ટર સ્કેલ પર તીવ્રતા 7.7 નોંધાઈ હતી.ભૂકંના આંચકાથી બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી. ઉપરાંત ટોપના ફ્લોર પર બનાવવામાં આવેલા સ્વીમિંગ પુલમાંથી પાણી છલકાઈને નીચે આવ્યું હતું.
બેંગકોકની સાથે મ્યાનમારમાં પણ લોકો દહેશતમાં આવી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ મ્યાનમારનું સાગેંગી હતું. ભૂકંપના ઝટકાથી મ્યાનમારના માંડલેયમાં ઈરાવડી નદી પરનો એવા બ્રિજ ધરાશાયી થયો હતો. ચીન અને તાઈવાનમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો.
ભૂકંપના કારણે બેંગકોકમાં ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે. મેટ્રો સેવા, શેરબજાર ટ્રેડિંગ અટકાવી દેવામાં આવ્યા છે. એરપોર્ટ અને રેલવે બંધ કરી દેવામાં આવ્યા છે. મ્યાનમારના માંડલેય શહેરમાં ભૂકંપથી સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે.
આપણ વાંચો: કચ્છના ભચાઉમાં 3.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોઃ કેન્દ્રબિંદુ ભચાઉથી 26 કિમી દૂર…
અનેક મંદિર અને બૌદ્ધ સ્થળ તૂટી ગયા છે. બાંગ્લાદેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવયા છે. ઢાકા, ચટગાંવ સહિત અનેક શહેરમાં ભૂકંપના ઝટકાનો અનુભવ થયો હતો. જોકે જાનહાનિના સમાચાર નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને લઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી હતી. તેમણે એક્સ પર લખ્યું, મ્યાનમાર અને થાઇલેન્ડમાં આવેલા ભૂકંપને લઈ ચિંતિત છું.