નેશનલ

Dunkey Flight: એરલાઇને માહિતી ન આપતા, પંજાબમાં ‘ડંકી રૂટ’ કેસની તપાસમાં વિલંબ

અમૃતસર: ગત ડિસેમ્બરમાં નિકારાગુઆ જતી ફ્લાઇટને ફ્રાન્સ દ્વારા માનવ તસ્કરીની શંકાએ ભારત પરત મોકલવામાં આવી હતી. કથિત માનવ તસ્કરીની તપાસ વધુ આગળ નથી વધી શકી કારણ કે ખાનગી એરલાઈન્સે ખરીદેલી ટિકિટોની વિગતો શેર કરવા સંમત નથી થઇ.

પંજાબ પોલીસે 30 ડિસેમ્બરના રોજ સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. મોટાભાગના મુસાફરો જે એરલાઇનની ફ્લાઈટમાં બેસીને ભારતથી દુબઈ પહોંચતા હતા, એ એરલાઈને ટ્રાન્ઝેક્શનની વિગતો આપી નથી, જેના કારણે તપાસમાં વિક્ષેપ પડ્યો છે..


તપાસમાં જાણવા મળ્યું છે કે મુસાફરોએ ટ્રાવેલ એજન્ટોને રકમ સોંપ્યા પછી નાના જૂથોમાં મુસાફરી કરી હતી, તપાસ ટીમના સભ્યએ જણાવ્યું હતું. “જ્યારે બે એરલાઇન્સે વિગતો આપી છે, ત્રીજી એરલાઇન્સે વારંવાર વિનંતી કરવા છતાં અમારા રીમાઇન્ડર્સનો જવાબ આપ્યો નથી.”


પંજાબના 200 થી વધુ મુસાફરોમાંથી કેટલાક મુંબઈથી દુબઈ ગયા હતા, જ્યારે અન્ય લોકોએ દિલ્હીથી ફ્લાઇટ લીધી હતી.


તપાસકર્તાઓને પણ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે પીડિતો તેમની ફરિયાદો નોંધવા માટે આગળ આવી રહ્યા નથી. SIT સભ્યએ જણાવ્યું હતું. “અમે 150 થી વધુ મુસાફરોનો સંપર્ક કર્યો છે કે તેઓ અમને તેમની મુસાફરી વિશે વિગતો આપવા આગળ આવે, પરંતુ તેઓ રસ નથી દાખવી રહ્યા. કેટલાકને ડર છે કે તેમણે રૂપિયા પરત નહીં મળે, જ્યારે ઘણા દાવો કરે છે કે તેમની પાસે નિકારાગુઆ જવા માટેના યોગ્ય દસ્તાવેજો હતા.”


અત્યારસુધીમાં માત્ર બે જ ફરિયાદ થઈ છે. અમૃતસર ગ્રામીણ પોલીસ જિલ્લાએ બે ફરિયાદોના આધારે FIR નોંધવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button