Bangladesh માં હિંસાના પગલે ડુંગળી વેપારીઓની ચિંતા વધી, આ કારણે થઈ શકે છે મોટું નુકશાન
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં(Bangladesh)સત્તા પરિવર્તન બાદ હિંસાની સ્થિતિ વણસી રહી છે. બાંગ્લાદેશમાં લોકો મંદિરો અને હિન્દુઓ પર હુમલા કરી રહ્યા છે. આ હિંસા ચાલુ રહેવાથી ડુંગળીના વેપારીઓની ચિંતા વધી ગઈ છે. નાસિકથી ડુંગળીના ઘણા ટ્રકો ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફસાયેલા છે. પ્રાપ્ત માહિતી અનુસાર બાંગ્લાદેશ બોર્ડર પાસે ડુંગળીના 70 થી 80 ટ્રક ફસાયેલા છે.
80 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી
થોડા દિવસો પહેલા કેન્દ્ર સરકારે બાંગ્લાદેશને 80 હજાર ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી. વધતી હિંસાને કારણે બાંગ્લાદેશ બોર્ડર ખોલવામાં હજુ ઘણા દિવસો લાગી શકે છે. જો આમ થશે તો ડુંગળીના વેપારીઓને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
વડાપ્રધાનને હસ્તક્ષેપની માંગ
સ્વાભિમાની શેતકરી સંગઠનના પ્રમુખ અને પૂર્વ સાંસદ રાજુ શેટ્ટીએ ડુંગળી ઉત્પાદકોની સમસ્યા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે પરિવહન સુનિશ્ચિત કરવા દરમિયાનગીરીની માંગ કરી છે. આ સાથે કેન્દ્ર સરકારને બાંગ્લાદેશ સરકારનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બાંગ્લાદેશની સ્થિતિ ડુંગળી ઉત્પાદક ખેડૂતો પર પ્રતિકૂળ અસર કરી રહી છે.
Also Read –