નેશનલ

RBIના આ એક નિર્ણયને કારણે પહેલી મેથી એટીએમનો ઉપયોગ કરવું બનશે મોંઘું…

દર મહિનાની પહેલી તારીખે કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે, જેની અસર આમ આદમીના ખિસ્સા પર જોવા મળે છે. એપ્રિલ મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને મે મહિનો શરૂ થશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પણ પહેલી મેથી કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની અસર સીધેસીધી તમારા ખિસ્સા પર જોવા મળી શકે છે. આવો જોઈએ આખરે આરબીઆઈ દ્વારા શું-ફેરફાર કરવામાં આવ્યા છે એની તમારા પર શું અસર જોવા મળશે-

આરબીઆઈ દ્વારા એટીએમ ઈન્ટરચેન્જ ફીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેને કારણે પહેલી મે, 2025થી એટીએમમાંથી પૈસા ઉપાડવાનું મોંઘું બનશે. એમાં પણ ખાસ કરીને જેઓ વારંવાર એટીએમમાંથી પૈસા ઉપાડે છે એમના પર આ નિયમની ખાસ્સી અસર જોવા મળશે, કારણ કે એમને વધારે ફીનો ભાર ઉપાડવો પડશે.

રિઝર્વ બેંક દ્વારા જાહેર કરવામાં આવેલા આ નિયમની અમલ બજાવણી પહેલી મેથી અમલમાં મૂકવામાં આવશે. જો તમે પણ પૈસા ઉપાડવા, બેલેન્સ ચેક કરવા માટે એટીએમનો ઉપયોગ કરો છો તો આ સમાચાર જાણી લેવા તમારા માટે ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. એક નિર્ધારિત મર્યાદા પછીના તમામ ટ્રાન્ઝેક્શન પર વધારાની ફી ચૂકવવી પડી શકે છે.

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા એવા એટીએમ નેટવર્ક ઓપરેટર્સ અને વ્હાઈટ લેબલ એટીએમ સર્વિસ પૂરી પાડે છે એમના માટે ઈન્ટરચેન્જ ફી વધારવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો અને આરબીઆઈ દ્વારા હવે આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. નવા નિયમ પ્રમાણે હવે એટીએમમાંથી થ્રી ફ્રી ટ્રાન્ઝેક્શન બાદના ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસુલવામાં આવશે, જે અત્યાર સુધી 21 રૂપિયા જેટલો હતો. આરબીઆઈ દ્વારા મેટ્રો સિટીમાં આ મર્યાદા ત્રણ ટ્રાન્ઝેકશન જ્યારે નોન અર્બન સિટીમાં પાંચ ટ્રાન્ઝેક્શન નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત હવે ખાતાધારકો 3 ટ્રાન્ઝેક્શન બાદ ચોથી વખત માત્ર બેલેન્સ ચેક કરવા માટે એટીએમ જાય છે તો તે પણ એક અલગ ટ્રાન્ઝેકશન ગણાશે અને તેના માટે તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…

આ પણ વાંચો…500 રૂપિયાની નોટે વધાર્યું RBIનું ટેન્શન, તમારી પાસે પણ તો નથીને આવી નોટ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button