નેશનલ

જોધપુરમાં એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું…

જોધપુર: અત્યારના સમયમાં યુવાનો ડ્રગ્સના રવાડે ચડી રહ્યા છે ત્યારે સરકાર ડ્રગ્સ માફિયાઓને પકડવા માટે અને યુવાનો ને ડ્રગ્સથી દૂર રાખવા માટે ઘણી મહેનત કરી રહી છે પરંતુ ઘણા લોકો પૈસા કમાવા માટે ડ્રગ્સનો ધંધો કરી રહ્યા છે. અને યુવાનોને ખોટા રવાડે ચડાવી રહ્યા છે. જો કે પોલીસ સજાગ પણે કાર્યવાહી કરતી રહો છે. જેમાં આડે એટલે કે 18 નવેમ્બરના રોજ જોધપુર કમિશનરેટ અને ચૌપાસ પોલીસની વિશેષ ટીમે એક સંયુક્ત કાર્યવાહીમાં એક કરોડની કિંમતના MD ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસે આ કેસમાં બે મહિલા સહિત પાંચ તસ્કરોની ધરપકડ કરી હતી.

આરોપીઓ પાસેથી 1.30 લાખ રૂપિયાની રોકડ, એક બાઇક અને એક સ્કૂટર પણ મળી આવ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપીઓ જોધપુર અને સાંચોર જિલ્લાના રહેવાસી છે. જોધપુરમાં આટલી મોટી માત્રામાં MD (નાર્કોટિક્સ) જપ્ત કરવાનો આ કદાચ પહેલો કિસ્સો છે.

ચૌપાસની હાઉસિંગ બોર્ડ પોલીસ અને ડીએસટી વેસ્ટ તરફથી ડ્રગ્સની દાણચોરી અંગે કેટલાક ઈનપુટ મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે ચૌપાસની હાઉસિંગ બોર્ડના વિવેકાનંદ નગરમાં દરોડો પાડીને 850 ગ્રામ ગેરકાયદે ડ્રગ્સ જપ્ત કર્યું હતું અને ત્યાંથી એક મહિલા દાણચોર સીમા વિશ્નોઈની પણ ધરપકડ કરી હતી. આ ડ્રગ્સની કિંમત લગભગ 85 લાખ રૂપિયા છે.

તેમજ પોલીસે જ્યારે તેમનો મોબાઈલ કબજે કરી તપાસ કરતાં અલગ-અલગ સમયે ફોન-પે પર લાખો રૂપિયાની રકમ લેવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું હતું. આ ઉપરાંત કેટલીક માહિતી અનુસાર પોલીસે ગાયત્રીનગર વિસ્તારમાં પણ દરોડા પાડ્યા હતા અને 9.50 લાખ રૂપિયાની કિંમતનું 95 ગ્રામ ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેમાં એક મહિલા અને ત્રણ પુરૂષ સપ્લાયર સહિત 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે નાર્કોટિક ડ્રગ્સના વેચાણ માટે 1 લાખ 30 હજાર રૂપિયાની રોકડ પણ રિકવર કરી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ સાંચોર અને બાલેસરના રહેવાસીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button