નેશનલ

પાકિસ્તાનની નાપાક હરકત! યુદ્ધવિરામના થોડા કલાકો બાદ કર્યો ડ્રોન હુમલો, ભારતે આપ્યો જબડાતોડ જવાબ

જમ્મુ અને કાશ્મીરઃ ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ બાબતે સહમત થયા હતા. પરંતુ પાકિસ્તાન તેની નાપાક હરકતો છોડે તેમ નથી. યુદ્ધ વિરામના થોડાક જ કલાકોમાં પાકિસ્તાને ફાયરિંગ શરૂ કરી દીધી હોવાના અહેવાલો સામે આવ્યાં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે જમ્મુ અને કાશ્મીરથી રાજસ્થાન સુધી, પાકિસ્તાને ડ્રોન હુમલા અને ગોળીબાર દ્વારા યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાન પહેલા ભારતને યુદ્ધવિરામ માટે વિનંતી કરી રહ્યું હતું. પરંતુ હવે એ જ પાકિસ્તાન સરહદી વિસ્તારોમાં હુમલો કરી રહ્યું છે.

ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીએ પાકિસ્તાનના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા

પાકિસ્તાને યુદ્ધ વિરામનો ભંગ કરીને ફરી ડ્રોન ઉમલો અને ફાયરિંગ કર્યું છે. જોકે, ભારતની વાયુ સંરક્ષણ પ્રણાલીઓ તેના તમામ હુમલાઓને નિષ્ફળ બનાવી રહી છે. પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારનો ભરોસો કરી શકાય તેમ નથી. અમેરિકાએ દખલ કરીને યુદ્ધ વિરામ કરાવ્યો હતો. પરંતુ હવે પાકિસ્તાનની નાપાક હરકતો આખી દુનિયા સામે છતી થઈ ગઈ છે. ભારત પણ હવે તેને વળતો જવાબ આપવા માટે સંપૂર્ણ તૈયારી રાખવાની જરૂરી છે. પાકિસ્તાને જે યુદ્ધ વિરામનો ભંગ કર્યો છે, તે બાબતે હવે અમેરિકા કેવા નિર્ણય લેશે તે પણ જોવાનું રહેશે?

જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલાને ભારતીય વાયુ સંરક્ષણ દળોએ આ ડ્રોનને નિષ્ફળ બનાવ્યાં છે. જેથી સમગ્ર શહેરમાં બ્લેકઆઉટની સ્થિતિ હજુ પણ યથાવત રાખવામાં આવી છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરતા કહ્યું કે, ‘યુદ્ધવિરામનું શું થયું? શ્રીનગરમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા’. ઉધમપુરમાં પણ આવા જ દ્રશ્ય જોવા મળ્યા છે, જ્યાં ભારતીય સૈનિકોએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યા છે. હવે પાકિસ્તાને તેની જ ભાષામાં જવાબ આપવાનો છે.

ગુજરાતના કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યાં

પાકિસ્તાનની નાપાક હરકત ફક્ત જમ્મુ અને કાશ્મીર સુધી મર્યાદિત નથી, તેણે પંજાબ અને ગુજરાતના કચ્છમાં પણ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યાં છે. જેથી પંજાબના પઠાણકોટ અને ફિરોઝપુરમાં સંપૂર્ણ બ્લેકઆઉટ લાદી દેવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ રાજસ્થાનના જેસલમેર અને બાડમેર પણ બ્લેકઆઉટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારતીય સેના દ્વારા પાકિસ્તાનને જોરદાર જવાબ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો…જવાનો પરનો ખતરો ઓછો કરવા સરહદે લડશે માનવીય રૉબૉડી આરડીઓ આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button