Video: ડ્રાઈવરે ચિત્તાઓને પાણી પીવડાવ્યું, વન વિભાગે લીધા કડક પગલા

ભોપાલ: ભારતમાં લુપ્ત થઇ ગયેલા ચિતાના પુનર્વસન માટે કેન્દ્ર સરકાર દ્વારા મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં પ્રોજેક્ટ શરુ (Project Cheetah) કરવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2022 માં વડાપ્રધાન મોદીએ ચિત્તાની પહેલી બેચને એન્ક્લોઝરમાં છોડીને આ પ્રોજેક્ટની શરૂઆત કારવાઈ હતી.
હાલ કુલ 17 ચિત્તો નેશનલ પાર્કમાં ભ્રમણ કરી રહ્યા છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો જેમાં, મધ્યપ્રદેશમાં વન વિભાગનો ડ્રાઇવર ચિત્તાઓને પાણી પીવડાવતો જોવા મળે છે. લોકોને આ વિડીયો પસંદ પડી રહ્યો છે, પરંતુ વન વિભાગને (Madhya Pradesh Forest Department) ડ્રાઇવરનું આ કાર્ય પસંદ પડ્યું નથી. ડ્રાઈવરને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
વીડિયોમાં મોનિટરિંગ ટીમનો ડ્રાઈવર ચિત્તાઓ ધાતુના બાઉલમાં પાણી રેડતો જોવા મળે છે. પછી કર્મચારી અંગ્રેજીમાં બોલે છે “કમ…કમ…” અને જ્વાલા નામની માદા ચિત્તા શાંતિથી ઉભી થાય છે અને પાત્રમાંથી પાણી પીવાનું શરૂ કર્યું. ત્યાર બાદ તેના બચ્ચા તેમની મા પાછળ જાય છે અને પાણી પીવે છે.
આ પણ વાંચો: ગ્રામીણોના હુમલા બાદ કૂનોમાં ચિત્તાઓની સુરક્ષાને લઇને ચિંતા વધી , એડવાઇઝરી જાહેર…
વન વિભાગના પગલા:
મધ્યપ્રદેશમાં વન વિભાગના ડ્રાઇવરનો તરસ્યા ચિત્તાઓને પાણી પીવડાવતો આ વીડિયો ખૂબ વાયરલ થયો છે. બે અઠવાડિયા પહેલા કેટલાક ગ્રામજનોએ ચિત્તા જ્વાલા અને તેના ચાર બચ્ચાઓ પર પથ્થરમારો કર્યા કર્યો હતો, એવામાં આ વિડીયો લોકોને હૃદયસ્પર્શી લાગી રહ્યો છે અને લોકો ડ્રાઈવરને બિરદાવી રહ્યા છે, પરંતુ ડ્રાઇવર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. અહેવાલ મુજબ, વીડિયો વાયરલ થયા બાદ તેને નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.
આ વીડિયો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક બહારના એક ગામમાં શૂટ કરવામાં આવ્યો હતો. ગ્રામજનોએ વન વિભાગના ડ્રાઇવરની ઓળખી કાઢ્યો હતો. ડ્રાઈવરનું નામ સત્યનારાયણ ગુર્જર હોવાનું જાણવા મળ્યું.
આ પણ વાંચો: ગીર જંગલમાં 250 પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા, પશુઓને મળશે રાહત
કુનો ફોરેસ્ટ ડિવિઝનના અધિકારીઓએ ઘટનાસ્થળની મુલાકાત લીધી અને સત્યનારાયણ ગુર્જરને ડિપાર્ટમેન્ટ ડ્રાઇવરની નોકરી પરથી હટાવી દીધો છે. વન અધિકારીઓને ડર છે કે ચિત્તા માણસો સાથે વધુ હળવા મળવા લાગશે તો મુશ્કેલી ઉભી થઇ શકે છે.
સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી આવેલી આઠ ચિત્તાઓની પહેલી બેચ ભારત લાવવામાં આવી હતી, જ્યારે ફેબ્રુઆરી 2023 માં, દક્ષિણ આફ્રિકાથી 12 ચિત્તાઓની બીજી બેચ લાવવામાં આવી હતી.