
બેંગલુરુ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)ને બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી. અધિકારીઓએ 14 કિલો વિદેશી સોનું સહિત 4.73 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. આ કેસમાં બેંગલુરુ પોલીસ ડીજી રામચંદ્ર રાવની દીકરી અને સાઉથની એક્ટ્રેસ રાન્યા રાવની ધરપકડ કરવામાં આવી છે. તેના પર દાણચોરીના નેટવર્કમાં સંડોવણીનો આક્ષેપ છે.
Also read : Bihar વિધાનસભામાં નીતિશ કુમાર અને તેજસ્વી યાદવ વચ્ચે શાબ્દિક યુદ્ધ, નીતિશ કુમારે કહી આ વાત
પિતા પોલીસના DGP
DRI અધિકારીઓએ જણાવ્યું હતું કે અભિનેત્રી રાન્યા રાવે મોટાભાગનું સોનું શરીર પર પહેર્યું હતું અને તેણે અન્ય સોનાને છુપાવ્યું હતું. અભિનેત્રી રાન્યા IPS રામચંદ્ર રાવની દીકરી છે, જે હાલમાં કર્ણાટક પોલીસના DGP હાઉસિંગ કોર્પોરેશન તરીકે સેવા આપી રહ્યા છે. હાલ DRIના અધિકારીની તપાસ અભિનેત્રીને સોનાની દાણચોરીમાં પોલીસ કે અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓ તરફથી કોઈ મદદ મળી રહી હતી કે કેમ તે દિશામાં છે.
Also read : PM Modi નું સોશિયલ મીડિયા એકાઉન્ટ હેન્ડલ કરવાની મહિલાઓને તક, કરવું પડશે આ કામ
અભિનેત્રીનો 15 દિવસમાં ચાર વખત દુબઈનો પ્રવાસ
DRIએ એ પણ નોંધાયું કે અભિનેત્રી છેલ્લા 15 દિવસમાં ચાર વખત દુબઈ ગઈ હતી અને તે બાબતથી એજન્સીને શંકા જાગી હતી. આથી એજન્સીએ અભિનેત્રીની ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. એજન્સીને બાતમી મળી હતી કે તે દુબઈથી બેંગલુરુ આવી રહી છે અને તેની સાથે મોટી માત્રામાં સોનું લઈને જઈ રહી છે. આ બાતમીનાં આધારે, એજન્સીએ અભિનેત્રીને કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પહોંચતા અટકાવી અને તેની તપાસ કરી હતી. તે દરમિયાન તેની પાસેથી 14.8 કિલો સોનું જપ્ત થયું હતું. આ સોનાની બજાર કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.