ટોપ ન્યૂઝનેશનલ

આયાતી લક્ઝુરિયસ કારની ઓછી કિંમત દર્શાવીને 7 કરોડની ટેક્સ ચોરી, એકની ધરપકડ

અમદાવાદઃ લકઝુરિયસ કાર આયાત કરીને ઓછી કિંમત દર્શાવીને રૂ. 7 કરોડની ડ્યુટી ચોરી કરવાના મામલે ડીઆરઆઈ અમદાવાદે હૈદરાબાદના એક વ્યક્તિની ધરપકડ કરી હતી. બસરથ અહેમદ ખાન નામના વ્યક્તિએ અત્યાર સુધીમાં આઠ લકઝરી કાર કસ્ટમ સમક્ષ ખોટી કિંમત દર્શાવીને આયાત કરી હતી. હમર ઈવી, કેડિલેક એસ્કેલેડ, રોલ્સ રોયસ, લેક્સસ, ટોયોટા લેન્ડ ક્રુઝર અને લિંકન નેવિગેટર જેવા મોડેલોની આયાત કરવામાં આવી છે. આયાતકારો હૈદરાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હી સ્થિત છે અને અંદાજિત 25 કરોડ રૂપિયાથી વધુની ડ્યુટી ચોરી કરવામાં આવી છે.

આપણ વાંચો:  જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી, 11 સ્થળોએ છાપેમારી 150 લોકો રડારમાં

ભારતમાં લાગુ કસ્ટમ ડ્યુટીથી બચવા માટે ભારતીય બંદરો પર જે કારની આયાત કરવામાં આવતી હતી તેનું મૂલ્ય ઓછું દર્શાવી ડ્યુટી ઓછી ભરી ચોરી કરવામાં આવતી હતી. આ લકઝરી કારને પહેલા અમેરિકા કે જાપાનથી દુબઈ કે શ્રીલંકા લઈ જવામાં આવતી હતી. અમેરિકન બનાવટની કારમાં લેફ્ટ સીટ ડ્રાઈવ હોય છે. જેથી આ કારને દુબઈ કે શ્રીલંકામાં રાઈડ હેન્ડ ડ્રાઈવમાં રૂપાંતર કરાતી હતી. ત્યારબાદ તેના બનાવટી દસ્તાવેજો બનાવી આયાત મૂલ્ય ખોટું બતાવી ડ્યુટી ચોરી કરાતી હતી.

હૈદ્રાબાદ, મુંબઈ, પુણે, અમદાવાદ, બેંગ્લોર અને દિલ્હીના આયાતકારોએ આ મોડસ ઓપરેન્ડીથી અત્યાર સુધીમાં રોલ્સ રોયસ, હમર, લેકસસ જેવી 30 જેટલી લકઝરી કારની આયાત કરી 25 કરોડની ડ્યુટી ચોરી કરી હોવાનું ખૂલ્યું છે. આ મામલે હાલ એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્યની તપાસ કરવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button