Viral Video: નક્સલીઓને ઠાર માર્યા બાદ જવાનોએ કર્યું સેલિબ્રેશન, સોશિયલ મીડિયા પર છવાયા…
સુકમાઃ છત્તીસગઢના સુકમામાં નકસલીઓ સાથે થયેલી અથડામણમાં પોલીસે 10 નકસલીને ઠાર કર્યા હતા. નક્સલીઓ સામે સફળ ઓપરેશન બાદ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના જવાનો જશ્ન મનાવતાં જોવા મળ્યા હતા, જ્યારે તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ પણ વાંચો : જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને નોટિસ ફટકારી, 2 અઠવાડિયામાં જવાબ માંગ્યો
વાઈરલ વીડિયોમાં ડીઆરજીના જવાનો ડાન્સ કરતાં જોવા મળે છે. હાથમાં રાઈફલ પકડીને પરંપરાગત ડાન્સ કરતો વીડિયો વાઈરલ થયા પછી યૂઝરે પણ તેમની પ્રશંસા કરી હતી. કેટલાક જવાનો ડાન્સનો વીડિયો તેમના ફોનમાં પણ રેકોર્ડ કરતાં જોવા મળે છે. જવાનોના ચહેરા પર ઓપરેશનની સફળતાની ખુશી જોઈ શકાય છે. આ સફળ ઓપરેશનને લઈ છત્તીસગઢના મુખ્યપ્રધાને પણ જવાનોને અભિનંદન પાઠવ્યા હતા.
નકસલીઓ સામે કાર્યવાહી બાદ સીએમ વિષ્ણુદેવ સાયે સુરક્ષતાદળોની ઉપલબ્ધિ પર પ્રસન્નતા વ્યક્ત કરીને સરકાર નકસલવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સ નીતિ પર કામ કરી રહી હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વિકાસ, શાંતિ અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી તેમની સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
આ પણ વાંચો : Chhattisgarh માં સુરક્ષા દળોને મળી સફળતા, સુકમામાં 10 નક્સલવાદીઓ માર્યા ગયા
છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળોએ આ વર્ષે અલગ અલગ ઘટનામાં 207 નકસલીને ઠાર કર્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન 10 નક્સલીના શબની સાથે INSAS, AK-47, SLR સહિત મોટી માત્રામાં વિસ્ફોટક સામાન મળી આવ્યો હતો.
કોરાજુગુડા, દંતેસપુરમ, નાગારા અને ભંડારપદ ગામના જંગલ-પર્વતીય વિસ્તારમાં ત્યારે ડીઆરજીના દળ પર નકસલીએ ગોળીબાર શરૂ કર્યો હતો. જે બાદ જવાનોએ વળતી કાર્યવાહી કરી હતી.