નેશનલ

હવે ભારતની ડિફેન્સ સિસ્ટમ ઇઝરાયલથી પણ વધારે મજબૂત બનશે

ભારતની ડિફેન્સ સિસ્ટમમાં એક નવું છોગું ઉમેરાશે. હાલમાં 350 કિમીના અંતરે દુશ્મનને ખતમ કરવા સક્ષમ સ્વદેશી લોંગ-રેન્જ સરફેસ-ટુ-એર (LR-SAM) સિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, જેને ભારત 2028-29 સુધીમાં તેની સરહદો પર તહેનાત કરી શકે છે. ઇન્ડિયન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ કુશ હેઠળ તેનું નિર્માણ કરી રહ્યું છે.

જેની સરખામણી વિશ્વભરની શક્તિશાળી ડિફેન્સ સિસ્ટમ સાથે કરવામાં આવી રહી છે. જ્યારે મજબૂત ડિફેન્સ સિસ્ટમની વાત કરીએ ત્યારે સૌપ્રથમ આપણે ઇઝરાયલની ડિફેન્સ સિસ્ટમને જ યાદ કરીએ છીએ. જેનું આયર્ન ડોમ મજબૂત અને ખતરનાક ડિફેન્સ સિસ્ટમનું ઉદાહરણ છે. ત્યારે ભારતીયો માટે ખુશીની વાત એ છે કે દેશની LR-SAM સિસ્ટમ આયર્ન ડોમને પણ હરાવી દેશે તેમજ અમેરિકાની ટર્મિનલ હાઈ એલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) અને પેટ્રિઓટ મિસાઈલ સિસ્ટમ અને રશિયાની S-400 ટ્રાયમ્ફ પણ તેની સામે ટકી શકશે નહીં. LR-SAM દેશની સેનામાં જોડાતાની સાથે જ દેશની ડિફેન્સ વ્યવસ્થા એટલી મજબૂત થઈ જશે કે ચીન અને પાકિસ્તાન જેવા દેશો ભારતને હેરાન કરવાનું વિચારી પણ નહીં શકે.

સ્વદેશી LR-SAM સિસ્ટમ લાંબા અંતરની દુશ્મન મિસાઇલોને ઓળખી અને તેની પર હુમલો કરી ને નીચે પાડી શકશે. તે લોંગ રેન્જ સર્વેલન્સ અને ફાયર કંટ્રોલ રડારથી સજ્જ હશે, તેમાં વિવિધ પ્રકારની ઈન્ટરસેપ્ટર મિસાઈલ લગાવવામાં આવશે, જેની મદદથી તે 150 કિમી, 250 કિમી અને 350 કિમી સુધીના અંતરે દુશ્મનને નિશાન બનાવી શકશે.

DRDOના અધિકારીએ જણાવ્યું હતું કે LR-SAM એરક્રાફ્ટ અને એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમથી સજ્જ હશે જે 350 કિમીના અંતરે મિડ એર મિસાઈલને રોકશે અને સૌથી ખતરનાક મિસાઈલ પણ ભારત પર હુમલો કરી શકશે નહીં.

ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF) દાવો કરે છે કે તેના આયર્ન ડોમમાં એકસાથે અનેક મિસાઈલોને મારવામાં 90 ટકા ચોકસાઈ છે. તે દુશ્મનની મિસાઈલને ઓળખીને તેને હવામાં જ નષ્ટ કરે છે. આયર્ન ડોમ એક મલ્ટી-લેયર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ છે, જેમાં દુશ્મન મિસાઈલ, કોમ્બેટ મેનેજમેન્ટ, વેપન કંટ્રોલ સિસ્ટમ અને ઈન્ટરસેપ્ટર મિસાઈલને ઓળખવા માટે રડાર સિસ્ટમ છે. આયર્ન ડોમ એવી રીતે કામ કરે છે કે તે હવામાં દુશ્મન તરફથી આવતી મિસાઈલને શોધી કાઢે છે, તેના માર્ગ પર ધ્યાન આપે છે અને જો તેને લાગે છે કે તે વસ્તીવાળા વિસ્તારોને નિશાન બનાવવા માટે મોકલવામાં આવ્યો છે, તો તે હવામાં જ તેનો નાશ કરે છે અને મારી નાખે છે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રાલયનો દાવો છે કે તે એક સમયે એકથી વધુ મિસાઈલને નષ્ટ કરી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button