ટોપ ન્યૂઝનેશનલ

ડ્રેગનની ઊંઘ હરામઃ અરુણાચલ પ્રદેશમાં બનાવાશે 1,400 કિલોમીટરનો હાઈ-વે, સરકારે આપી મંજૂરી

નવી દિલ્હી: ચીન સરહદ નજીક કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ અને મોટા હાઈ-વેના નિર્માણને મંજૂરી આપી દીધી છે. સરકારના આ નિર્ણયથી અરુણાચલ પ્રદેશના સીમાંત પ્રાંતમાં કનેક્ટિવિટી વધશે. જોકે ચીન તવાંગના નામથી અરુણાચલ પ્રદેશ પર દાવો કરતું આવ્યું છે. આવી સ્થિતિમાં, આ મોટા પ્રોજેક્ટની જાહેરાત દ્વારા ભારતે સીધો સંદેશ આપ્યો છે. મોદી સરકારના મંત્રી કિરેન રિજિજુએ અરુણાચલ પ્રદેશના કામલે જિલ્લામાં આયોજિત એક કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.

હાઇવે પાછળ 42,000 કરોડ રૂપિયાનો ખર્ચ
કેન્દ્ર સરકારે ચીન સરહદ નજીક એક મુખ્ય હાઇવેના મહત્વપૂર્ણ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટથી અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે. તે ઉપરાંત અરુણાચલ પ્રદેશનું દેશના અન્ય રાજ્યો સાથે પણ સરળતાથી જોડાણ થઈ શકશે. કેન્દ્રીય મંત્રી કિરન રિજિજુએ કહ્યું કે આ પ્રોજેક્ટ પાછળ 42,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે પર કેન્દ્ર સરકારે મોટી રકમના ભંડોળને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે અરુણાચલ ફ્રન્ટિયર હાઇ-વે વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.

મેળામાં ઉપરાષ્ટ્રપતિ પણ ઉપસ્થિત
હાલ સુધી મળેલી વિગતો અનુસાર, આ હાઇવેનો કુલ રૂટ 1400 કિલોમીટર લાંબો હશે અને ઘણી જગ્યાએ હાઇવે અને ચીન સરહદનું અંતર માત્ર 20 કિલોમીટરનું જ હશે. જાહેર સમારંભમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ હાજર હતા. બોસીમાલા મેળાને સંબોધતા રિજિજુએ કહ્યું કે આ વિસ્તાર રાષ્ટ્રીય ધોરીમાર્ગથી દૂર છે. તેમ છતાં જો ઉપરાષ્ટ્રપતિ અહીં પહોંચ્યા છે તો તે એક મહત્વપૂર્ણ બાબત છે અને તે ઇતિહાસમાં નોંધાઈ જશે.

આ પણ વાંચો…Bihar માં વિધાનસભા ચૂંટણી પૂર્વે નીતિશ મંત્રીમંડળનું વિસ્તરણ, ભાજપના સાત ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા

આ બની રહેશે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
આ પૂર્વે પુણે-મુંબઈ એક્સપ્રેસ વે, કોલકાતા-ચેન્નાઈ હાઇવે અને જયપુર દિલ્હી કોરિડોર વગેરે પર મોટો ખર્ચ કરવામાં આવ્યો છે, પરંતુ જો આપણે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીએ, તો આ સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ હશે. આ હાઇવે અરુણાચલ પ્રદેશના વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ જિલ્લાઓ જેમ કે પૂર્વ કામેંગ, બિશોમ, અપર સુબાનસિરી, શી-યોમી, અંજો અને ચાંગલાંગમાંથી પસાર થશે. રિજિજુએ કહ્યું કે આટલો મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ફક્ત પીએમ નરેન્દ્ર મોદીના કારણે જ મંજૂર થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button