ઇન્ટરનેશનલનેશનલ

વધુ એક ગર્વની ક્ષણ: ભારતીય મૂળના ડૉ. મુક્કામાલા American Medical Associationના પ્રમુખ બન્યા

વોશિંગ્ટન ડી સી: છેલ્લા ઘણા વર્ષોથી અમેરિકાની મલ્ટીનેશનલ ટેક કંપનીઓના ઉચ્ચ પદો પર ભારતીય મૂળના લોકોનો દબદબો રહ્યો છે. અમેરિકાના વહીવટી તંત્રમાં પણ ભારતીયોની હાજરી વધી રહી છે. હવે ભારતીય મૂળના ડૉક્ટર બોબી મુક્કામાલાએ અમેરિકન મેડિકલ એસોસિએશન (AMA) ના 180મા પ્રમુખ તરીકે શપથ (Dr Bobby Mukkamala AMA president) લીધા છે. તેઓ AMAના પહેલા ભારતીય મૂળના ડોક્ટર છે.

અમેરિકન મેડિકલ એસોસિએશનના જણાવ્યા અનુસાર, થોડા મહિના અગાઉ બોબી મુક્કામાલાની બ્રેઈન ટ્યુમરની સર્જરી કરાવી હતી, હવે તેઓ સ્વસ્થ થયા બાદ તેમની AMAના પ્રમુખ પદ પર નિમણૂક આવી છે.

AMA સભ્યો અને હાજર મહેમાનોને સંબોધતા ડૉ. મુક્કામાલાએ કહ્યું, “જ્યારે હું મેયો ક્લિનિકમાં મગજની સર્જરી બાદ સ્વસ્થ થઇ રહ્યો હતો, ટ્યુબ અને વાયર મારી દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા હતાં, ત્યારે આ રાત દેશના હેલ્થ કેરને સુધારવાની આ તક મને મળશે એવું સપનામાં પણ વિચાર્યું ન હતું.”

હેલ્થકેર સિસ્ટમમાં ઘણી ખામીઓ:

ડૉ. મુક્કામાલાએ યુએસ હેલ્થકેર સિસ્ટમમાં સુધારાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે કહ્યું, “આપણી હેલ્થકેર સિસ્ટમમાં ઘણી ખામીઓ છે, જેના પર આપણે ધ્યાન આપવાની જરૂર છે. દર્દીઓ માટે પૂરતું હેલ્થ કવરેજ મળે એ કમ ચાલુ રાખવું પડશે. એ માટે ટકાઉ, સમાન આરોગ્ય સંભાળ મોડેલ માટે તૈયાર કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.”

ડૉ. મુક્કામાલા લાંબા સમયથી AMA સાથે કામ કરી રહ્યા છે. અગાઉ તેઓ સબસ્ટન્સ યુઝ એન્ડ પેઈન કેર ટાસ્ક ફોર્સના અધ્યક્ષ રહી ચુક્યા છે અને ઓવરડોઝ ક્રાઈસીસ સામનો કરવા માટે એવિડન્સ-બેઝ્ડ પોલિસી પર કામ કરી રહ્યા છે.

આપણ વાંચો:  પાકિસ્તાનમાં ગૃહ યુદ્ધ વકર્યુ, 23 પાકિસ્તાની સૈનિકોને માર્યા, BLAના 9 લોકોનું મોત

કોણ છે ડૉ.મુક્કામાલા?

પોતાની સફર અંગે વાત કરતા બોબી મુક્કામાલા કહ્યું, “ભારતથી અવાલે મારા માતાપિતા, અપ્પારાવ અને સુમથી, આ દેશમાં સ્થાયી થયા હતા. તેઓ માનતા હતા કે આ દેશમાં તેમને અને તેમના ભાવિ બાળકોને એવી તકો મળી છે જે ત્યાં શક્ય નહોતી.”

ડૉ. મુક્કામાલાએ મિશિગન યુનિવર્સિટીમાંથી મેડિકલ ડિગ્રી અને શિકાગોની લોયોલા યુનિવર્સિટીમાંથી રેસિડેન્સી પૂર્ણ કરી. તેમની પત્ની, નીતા કુલકર્ણી ઑબ્સ્ટેટ્રિશિયન-ગાઈનેકોલોજીસ્ટ છે. આ દંપતીને બે પુત્રો છે, નિખિલ જે બાયોમેડિકલ એન્જિનિયર છે અને દેવેન પોલીટીકલ સાયન્સ પીએચડી કરી રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button