સાવધાન! તમારા નામે ખરીદેલા સિમ કાર્ડનો દુરુપયોગ તમને જેલભેગા કરાવી શકે છે: જાણો DoTની નવી ચેતવણી

નવી દિલ્હી: દેશભરના મોબાઈલ યુઝર્સને ટેલિકોમ્યુનિકેશન વિભાગે ચેતવણી આપી છે. જેમાં યુઝર્સના નામે ખરીદી કરવામાં આવેલા સિમ કાર્ડના દુર ઉપયોગથી જેલની સજા પણ થઈ શકે છે. જેમાં સાયબર અપરાધી અને ગેરકાયદે પ્રવુતિમાં જોડાયેલા વ્યકિત દ્વારા આવા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે તો જેના નામે સિમ કાર્ડ હશે તેની પર કાનૂની કાર્યવાહી થઈ શકે છે.
IMEI નંબર સાથે છેડછાડ કરેલા ડિવાઈસમાં ઉપયોગ ટાળે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ યુઝર્સને ચેતવણી આપી છે કે તેઓ તેમના મોબાઇલ નંબરનો ઉપયોગ એવા કોઈપણ ડિવાઈસમાં કરે નહીં જેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવી હોય. ટેલિકોમ વિભાગે જણાવ્યું હતું કે જે યુઝર્સ મોડેમ, મોડ્યુલ અથવા સિમ બોક્સ જેવા ડિવાઈસનો ઉપયોગ કરે છે, જેમાં છેડછાડ કરેલા IMEI નંબર હોય છે. તેના દુરઉપયોગથી જેલની સજા થઈ શકે છે.
આ પણ વાચો : સાયબર ફ્રોડ માટે બૅન્ક ખાતાં અને સિમ કાર્ડ ખરીદીને ઍક્ટિવેટ કરનારી ટોળકી પકડાઈ
સિમ કાર્ડ ખરીદનાર છેતરપિંડી ગણવામાં આવશે
ટેલિકોમ્યુનિકેશન વિભાગે યુઝર્સને સલાહ આપી હતી કે તેઓ તેમના નામે લીધેલા સિમ કાર્ડનો ઉપયોગ એવા ડિવાઈસનો ઉપયોગ કરવાનું ટાળે જેમના IMEI નંબર સાથે છેડછાડ કરવામાં આવી હોય. આવા સિમ કાર્ડ ખરીદનાર છેતરપિંડીમાં સામેલ માનવામાં આવશે. ટેલિકોમ્યુનિકેશન વિભાગે જણાવ્યું હતું કે જો આ ડિવાઈસ સાયબર ગુના માટે યુઝર્સના નામે ખરીદેલા સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવશે. તો મૂળ સિમ કાર્ડ યુઝર્સ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાચો : તમારા નામ પર ચાલે છે કેટલા સિમ કાર્ડઃ આ રીતે ચેક કરો…
50 લાખ સુધીનો દંડ ને 3 વર્ષ સુધીની જેલની સજા
આ ઉપરાંત યુઝર્સને ટેલિકોમ્યુનિકેશન વિભાગે મોબાઇલ યુઝર્સને કોઈપણ થર્ડ પાર્ટી એપ્લિકેશન અથવા વેબસાઇટ્સનો ઉપયોગ ન કરવા પર ભારત મૂક્યો છે. જે કોલિંગ લાઇન ઓળખ (CLI)માં ફેરફાર કરી શકે છે. નવા ટેલિકોમ એક્ટ 2023 અનુસાર આવા કોઈપણ કિસ્સામાં ભારે દંડ અને કેદની સજા થઈ શકે છે. જેમના નામે સિમ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યું છે. તેમને 50 લાખ રૂપિયા સુધીનો દંડ, ત્રણ વર્ષ સુધીની કેદ અથવા બંને થઈ શકે છે.



