યે ઉન દિનોં કી બાત હૈઃ દુરદર્શનકાળની સૌથી સાદી અને સુંદર ન્યૂઝ એન્કર સરલા મહેશ્વરીનું નિધન

નવી દિલ્હી: ભારતીય ટેલિવિઝન ઈતિહાસના એક અત્યંત પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિત્વ સરલા માહેશ્વરીએ આજે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના નિધન સાથે દૂરદર્શનના તે સુવર્ણ યુગનો અંત આવ્યો છે, જ્યાં સમાચારનો અર્થ માત્ર માહિતી નહીં પણ ગરિમા અને વિશ્વાસ હતો.
સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર ફેલાતા જ પત્રકાર જગત અને જૂના દર્શકોમાં શોક છવાઈ ગયો છે. ઓલ ઇન્ડિયા મહિલા કોંગ્રેસે પણ ટ્વીટ કરીને તેમને શ્રદ્ધાંજલિ અર્પી છે અને જણાવ્યું છે કે સરલાજીની વિશ્વસનીયતા અને શાલીનતા આવનારી પેઢીઓ માટે હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે.
दूरदर्शन परिवार की ओर से श्रीमती सरला माहेश्वरी को भावपूर्ण श्रद्धांजलि। वह दूरदर्शन की सम्मानित और प्रतिष्ठित समाचार वाचिका थीं, जिन्होंने अपनी सौम्य आवाज़, सटीक उच्चारण और गरिमापूर्ण प्रस्तुति से भारतीय समाचार जगत में विशेष स्थान बनाया। उनकी सादगी, संयम और व्यक्तित्व ने दर्शकों… pic.twitter.com/Hx8glZI7rk
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) February 12, 2026
આપણ વાચો: દૂરદર્શનના કાળની એ ટીવી સિરિયલ, જે પાંચ વર્ષ ચાલી અને ઘરે ઘરે જોવાતી હતી
સરલા માહેશ્વરીના પરિવાર દ્વારા શેર કરવામાં આવેલી માહિતી મુજબ, તેમના અંતિમ સંસ્કાર 12 ફેબ્રુઆરીના રોજ સાંજે 4 વાગ્યે દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે કરવામાં આવશે.
દૂરદર્શનના એ જમાનામાં જ્યારે એન્કર પોતે જ સમાચારની સત્યતાની ઓળખ ગણાતા હતા, ત્યારે સરલાજીએ પોતાની એક અલગ છાપ છોડી હતી. તેમની ખોટ ભારતીય ટેલિવિઝન મીડિયા માટે ક્યારેય ન પુરાય તેવી છે. પરિવાર અને મિત્રો અત્યારે ઊંડા શોકનો માહોલ છે.
दूरदर्शन परिवार की ओर से श्रीमती सरला माहेश्वरी को भावपूर्ण श्रद्धांजलि। वह दूरदर्शन की सम्मानित और प्रतिष्ठित समाचार वाचिका थीं, जिन्होंने अपनी सौम्य आवाज़, सटीक उच्चारण और गरिमापूर्ण प्रस्तुति से भारतीय समाचार जगत में विशेष स्थान बनाया। उनकी सादगी, संयम और व्यक्तित्व ने दर्शकों… pic.twitter.com/Hx8glZI7rk
— Doordarshan National दूरदर्शन नेशनल (@DDNational) February 12, 2026
સરલા માહેશ્વરીને તેમના સમાચાર વાંચવાના અનોખા અંદાજ માટે હંમેશા યાદ કરવામાં આવશે. તેમની વાણીમાં જે શાંતિ અને ગંભીરતા હતી, તે દર્શકોને ટેલિવિઝન સાથે જોડી રાખતી હતી. આજના ગ્લેમર અને દેખાડાના યુગ કરતા અલગ, તેમણે સમાચાર વાંચવાની કળાને એક સંસ્કારી અને પ્રતિષ્ઠિત ઓળખ અપાવી હતી.
આપણ વાચો: હૉકી ઇન્ડિયા લીગનું LIVE પ્રસારણ કરશે દૂરદર્શન અને પ્રસાર ભારતી
તેમના પ્રત્યેના આદરનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અનેક સોશિયલ મીડિયા યુઝર્સ તેમને યાદ કરતા લખી રહ્યા છે કે, “અમે તેમને સાંભળતા સાંભળતા મોટા થયા છીએ, તેમના જેવો ગ્રેસ આજે ભાગ્યે જ જોવા મળે છે.”
સોશિયલ મીડિયા પર હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક યુઝરે ભાવુક થઈને લખ્યું કે, “સરલાજી એક શાનદાર વ્યક્તિત્વ ધરાવતા હતા, તેમના અવાજમાં જે વિશ્વાસ હતો તે અતુલ્ય હતો.” આ શ્રદ્ધાંજલિઓ દર્શાવે છે કે ટેકનોલોજી બદલાવા છતાં, મૂલ્યો આધારિત પત્રકારિતાની કિંમત આજે પણ લોકોના હૃદયમાં અકબંધ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.



