અમને એ નરકમાં પાછા ન મોકલોઃ પાકિસ્તાનથી આવેલા હિન્દુઓની સરકારને વિનંતી

નવી દિલ્હીઃ કાશ્મીરના પહેલગામમાં આતંકીઓના કરતૂતે ફરી ભારત-પાકિસ્તાનના સંબંધોમાં તણાવ લાવ્યો છે. આ તણાવ હંમેશાંની જેમ પાકિસ્તાની દેન હોવાથી ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ સેન્ટીમેન્ટ્સ વધારે ઉગ્ર બન્યા છે. 26 નિર્દોષ પ્રવાસીના જીવ લેનારા આતંકવાદીઓ સામે પગલાં લેવા માટે કેન્દ્ર સરકારે કેટલાય પગલાં લીધા છે. તેમાં ભારતમાં રહેતા-આવેલા પાકિસ્તાનીઓને દેશ છોડી જવા આદેશ કર્યો છે.
27 એપ્રિલ સુધીમાં શોર્ટ ટર્મ વિઝા પર આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવા આદેશ અપાયો છે. જે હિન્દુઓ ભારતમાં લૉંગ ટર્મ વિઝા હાલમા અટારી બોર્ડર પર પાકિસ્તાનીઓના ધાડા જોવા મળે છે. ત્યારે પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુ રિફ્યુજી (Hindu refujee) માટે અસહ્ય સ્થિતિ થઈ ગઈ છે. કેટલાય શરણાર્થીઓ રાજસ્થાનના જેસલમેરમાં રહે છે. તેમાંથી અમુક તો થોડા દિવસો કે મહિનાઓ પહેલા જ આવ્યા છે.
સરકારના આદેશથી તેઓ ચિંતામાં મૂકાઈ ગયા છે. અહીંના લોકોએ કહ્યું છે કે અમે અમારું બધુ જ છોડીને વેચીને અહીં આવ્યા છે. હવે તે નરકમાં રહેવા અમારે ફરી જવું નથી. જો અમને ત્યાં પાછા મોકલવામાં આવશે તો અમને વધારે સતાવવામાં આવશે. અમને હવે ફરી ત્યાં જવું નથી તેની આજીજી તેઓ કરી રહ્યા છે. અહીંની બસ્તીમાં તેઓ ઘણી અગવડતામાં રહે છે. અહીં પત્ની, સંતાનો સાથે આવી ગયેલા પાકિસ્તાની હિન્દુઓમાં ફાળ પડી ગઈ છે અને ભારત સરકાર તેમને આશરો આપે તેવી વિનંતી કરી રહ્યા છે.