નેશનલ

કર્ણાટકના એક મંદિરમાં ભક્તોએ કર્યું અધધધ દાન કે ગણતરી માટે 100થી વધુ પૂજારીને બેસાડ્યાં

બેંગલુરુ: કર્ણાટકનું (Karnataka) એક મંદિર હાલ ચર્ચાનું કેન્દ્ર છે. ચર્ચાનું કેન્દ્ર બનવાનું કારણ છે આ મંદિરને મળેલું દાન. રાયચુરના એક મંદિરમાં કુલ 3,48,69,621 રૂપિયા રોકડા, 32 ગ્રામ સોનું અને 1.24 કિલો ચાંદીનું દાન કરવામાં આવ્યું હતું. આ મંદિરને લગતો એક વીડિયો હવે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, સો કરતાં વધુ પૂજારીઓ રાઘવેન્દ્ર સ્વામી મઠને આપેલા દાનની રકમ ગણતા જોવા મળે છે.

છેલ્લા 30 દિવસમાં કરવામાં આવ્યું દાન

મંદિરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે જેમાં રાઘવેન્દ્ર સ્વામી મઠમાં સો કરતાં વધારે પૂજારી દાનની રકમ ગણતા જોવા મળી રહ્યા છે. 16મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિ ઉજવવા માટે લાખો ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હોવાથી છેલ્લા ૩૦ દિવસમાં મંદિરમાં આ દાન આપવામાં આવ્યું હતું.

આપણ વાંચો: અયોધ્યાના રામ મંદિરે દાનમાં પાછળ મૂકી દીધા ભારતના આ મંદિરોને… મળ્યું અધધધ દાન..

કઈ રીતે મળ્યું આટલું દાન?

મળી રહેલી વિગતો અનુસાર 16મી સદીના સંત રાઘવેન્દ્ર સ્વામીની જન્મજયંતિની ઉજવણી નિમિતે મંદિરમાં લાખો શ્રદ્ધાળુઓ આવ્યા હતા અને તેના કારણે 30 દિવસમાં આપવામાં ચઢાવા તરીકે આ પૈસા એકઠા થયા હોવાનું કહેવાય છે.

ગયા વર્ષે બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક અને તેમની પત્ની અક્ષતા મૂર્તિએ પણ બેંગલુરુમાં રાઘવેન્દ્ર સ્વામી મઠની મુલાકાત લીધી હતી. ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને રાજ્યસભા સભ્ય સુધા મૂર્તિએ તેમની પુત્રી અને જમાઈ સાથે મઠની મુલાકાત લીધી હતી.

રાઘવેન્દ્ર સ્વામી મઠમાં મળેલા દાનનો ઉપયોગ મંદિરની જાળવણી, ગરીબોને મદદ કરવા અને ધાર્મિક ઉત્સવો અને ભંડારાઓનું આયોજન કરવા માટે થાય છે. મંદિર પ્રશાસનનું કહેવું છે કે આ દાનની રકમ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યોમાં મદદરૂપ થશે. આ સમાચાર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button