ડોનાલ્ડ ટ્રમ્પ H1-B વિઝા પર હજુ આકરાં નિયંત્રણો લાવશે, જાણો શું છે પ્રસ્તાવ

વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે તાજેતરમાં H-1B વિઝાની ફીમાં તોતિંગ વધરો કરીને ફી $100,000 કરી હતી, જેને કારણે યુએસમાં નોકરી ઇચ્છતા હજારો લોકોને ફટકો પડ્યો છે. વિદેશી કમર્ચારીઓને નોંકરી આપતી યુએસ કંપનીઓને પણ ફટકો પડ્યો છે. હવે ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા પર વધુ કડક નિયામો લાદવાની તૈયારી કરી રહ્યું છે. એમ્પ્લોયર્સ પરમિટનો ઉપયોગ કેવી રીતે કરી શકે અને તેના માટે લાયકાત અંગે વધારાના ઇમિગ્રેશન નિયંત્રણો લાદવામાં આવી શકે છે.
અહેવાલ મુજબ યુએસના હોમલેન્ડ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટ તેના રેગ્યુલેટરી એજન્ડામાં H-1B વિઝા કેટેગરીના નિયમમો ફેરફાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવમાં H-1B વિઝા માટેની જરૂરીતોનું ઉલ્લંઘન કરનારા એમ્પ્લોયર્સની વધુ વિગતે તપાસ કરવામાં આવશે, થર્ડ-પાર્ટી પ્લેસમેન્ટ પર દેખરેખ વધારવામાં આવશે, કેપ એક્સેમ્પ્શન માટે યોગ્યતામાં સુધારો કરવો અને અન્ય જોગવાઈઓ પણ શામેલ છે.
અગાઉ કેટલાક અહેવાલો એમ પણ જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્ર H-1B વિઝા લોટરીને હટાવી, વેતન-આધારિત સિલેકશન પ્રક્રિયા લાગુ કરી શકે છે.
કેમ કરવામાં આવી રહ્યા છે સુધારા:
પ્રસ્તાવ મુજબ H-1B નોન-ઇમિગ્રન્ટ પ્રોગ્રામની પ્રામાણિકતા વધારવા અને યુએસના કર્મચારીઓનું વેતન અને કાર્યકારી પરિસ્થિતિઓને વધુ સારી રીતે સુરક્ષિત થઇ શકે એ માટે આ ફેરફાર કરવામાં આવશે. હોમલેન્ડ સિક્યુરિટી ડીપાર્ટમેન્ટની સૂચના અનુસાર, ડિસેમ્બર 2025થી સુધારેલા નિયમો લાગુ થઈ શકે છે.
શું છે H-1B વિઝા પ્રોગ્રામ:
H-1B વિઝા યુએસમાં કામ કરતા હાઈ સ્કિલ્ડ વિદેશી નાગરિકો માટે મહત્વપૂર્ણ છે, કેમ કે તેને યુએસમાં પર્મેનન્ટ રેસિડેન્શ (ગ્રીન કાર્ડ) મળે એ પહેલા લાંબા સમય માટે અમેરિકામાં કામ કરવા H-1B વિઝા એકમાત્ર વિકલ્પ છે.
અમેરિકન કંપનીઓને ટેકનિકલ સ્કિલ ધરાવતા લોકોને ભરતી કરવા માટે છે, 1990ના ઇમિગ્રેશન એક્ટ H-1B વિઝા શરુ કરવામાં આવ્યા હતાં. નોંધનીય છે કે આ વિઝા એવા લોકો માટે નથી જે યુએસમાં કાયમી વસવા ઇચ્છતા હોય. કેટલાક H-1B વિઝા ધારકોને કાયમી રીતે ત્યાં વસી જાય છે, પરંતુ અલગ અલગ ઇમિગ્રેશન સ્ટેટસમાંથી પસાર થયા બાદ.
ભારતીયોને થશે અસર:
યુએસ સરકારે 65,000 H-1B વિઝાની વાર્ષિક મર્યાદા નક્કી કરી છે, જેમાં યુએસ યુનિવર્સિટીમાંથી માસ્ટર કે તેથી ઉચ્ચ ડિગ્રી ધરાવતા વ્યક્તિઓ માટે 20,000 ની છૂટ આપવામાં આવી છે, જે તે વિઝા લોટરી દ્વારા આપવામાં આવે છે.
અહેવાલ મુજબ, 2023 માં H-1B વિઝા અરજીઓ મંજૂર કરવામાં આવી હતી તેમાંથી લગભગ ત્રણ ચતુર્થાંશ ભારતીયો હતાં. આથી H-1B વિઝાના નિયમો કડક બનતા ભારતીયોને અસર થશે.
આપણ વાંચો : ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઈઝ નહીં મળે, નોર્વે કમિટીએ શું આપ્યું કારણ ?