ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્મા સેક્ટરને આપશે મોટો ઝટકો? એક કાર્યક્રમમાં કરી મોટી જાહેરાત

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નવી ટેરીફ પોલિસી લાગુ કરતા વૈશ્વિક વપારને માઠી અસર થવાની શક્યતા છે. ભારતના ઉદ્યોગો પર પણ ટ્રમ્પના આ નિર્ણયની અસર થવાનો ડર છે. એવામાં ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એક મોટી જાહેરાત કરી છે. ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી ફાર્માસ્યુટિકલ પ્રોડક્ટ્સ પર ભારે ટેરિફ લાદવાની (Tariff on Pharma Products) જાહેરાત કરી છે, જેના કારણે ભારતને મોટું નુકશાન થઇ શકે છે.
નેશનલ રિપબ્લિકન કોંગ્રેસનલ કમિટીના એક કાર્યક્રમને સંબોધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે આ પગલું ફાર્માસ્યુટિકલ ઉત્પાદકો તેમનું કામકાજ ફરી અમેરિકન ધરતી પર શરુ કરે એ માટે ભરવામાં આવશે. જો તેઓ એવું નહીં કરે, તો તેમને ભારે ટેરિફ ચૂકવવો પડશે.
અગાઉ, જ્યારે 2 એપ્રિલે ટેરિફ લાગુ કરવામાં આવ્યો, ત્યારે ટ્રમ્પે ફાર્મા પ્રોડક્ટ્સ પર ટેરીફ લાદ્યો ન હતો. પરંતુ હવે ટ્રમ્પ મોટી જાહેરાત કરી શકે છે.
આપણ વાંચો: ખડગેને ખુરશી પર બેસાડી રાહુલ સોફા પર બેસી ગયા! ભાજપે કોંગ્રેસ પર લગાવ્યા આરોપ
ભારતીય કંપનીઓને પડશે મોટો ફટકો:
જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફાર્માસ્યુટિકલ કંપનીઓ પર ટેરિફ લાદશે, તો ભારત પર તેની ગંભીર અસરો પડી શકે છે, કેમ કે ભારત અમેરિકામાં મોટા પાયે ફાર્મા પ્રોડક્ટ્સની નિકાસ કરે છે. અહેવાલ મુજબ વર્ષ 2024 માં, ભારતની કુલ ફાર્મા નિકાસ 12.72 બિલિયન યુએસ ડોલર હતી. આમાંથી, 8.7 બિલિયન ડોલરનો પુરવઠો અમેરિકામાં નિકાસ થયો હતો, જ્યારે USAથી માત્ર 800 મિલિયન ડોલરની ફાર્મા પ્રોડક્ટ્સ ભારતમાં આવી હતી.
ભારત અમેરિકાથી આવતી દવાઓ પર લગભગ 10.91 ટકા ટેરિફ લાગે છે, જ્યારે અમેરિકા ભારતીય કંપનીઓ પર કોઈ ટેરિફ લાદતું નથી.