ટ્રમ્પની રાજરમતઃ વેનેઝુએલાના કાચા તેલ પર લગાવ્યો ટેરીફ, જાણો ભારત માટે કેવી ઉપાધિ લાવશે…

નવી દિલ્હી: ભારતમાં અત્યારે પેટ્રોલનો ભાવ આસમાને છે તેવું દરેક જાણો છે. પરંતુ હવે સમાચાર એવા સામે આવ્યાં જેમાં આ ભાવ હજી પણ વધારે વધી શકે તેવા એંધાણ છે. આવું શા માટે થશે? તેઓ પ્રશ્ન દરેકને થતો હશે! ભારત મોટાભાગનું કાચુ તેલ એટલે ક્રૂડ ઓઇલ વિદેશમાંથી લાવે છે. એટલું જ નહીં પરંતુ ક્રૂડ ઓઇલનો મોટાભાગનો જથ્થો ભારત વેનેઝુએલા પાસેથી ખરીદે છે. અમેરિકા આંતરરાષ્ટ્રીય રાજનીતિ સાથે સાથે ઉદ્યોગ પર પણ મનમાની કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કારણે ડોનાલ્ડ ટ્રમ્પે ચોખ્ખા શબ્દોમાં સંકેત આપ્યો છે કે, જે દેશો વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદશે તેના પર 25 ટકા ટેરિફ ટેક્સ લગાવશે.
ભારતની અર્થવ્યવસ્થા પર અમેરિકન ટેરિફની કેટલી અસર થશે?
અમેરિકન રાષ્ટ્રપતિની આ મનમાની ભારત માટે ભારે પડી શકે છે. કારણે કે, આપણે મોટાભાગનું ક્રૂડ ઓઈળ વેનેઝુએલા પાસેથી જ ખરીદીએ છીએ. ભારતની અર્થવ્યવસ્થા પર અમેરિકન ટેરિફની અસર થવાની છે. ટ્રમ્પે જ્યારથી ટેરિફની વાત કરી છે, ત્યારથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભરખમ વધારો થયો છે. સ્વાભાવિક છે આની અસર ભારત પર પણ પડવાની છે. આંકડાની વાત કરવામાં આવે તો ગલ્ફ દેશોનું ક્રૂડ ઓઇલની કિંમત પ્રતિ બેરલે 73 ડોલરને વટાવી ગઈ છે. તે જ સમયે, અમેરિકન ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલે 70 ડોલરની નજીક પહોંચી ગયા છે. એ વાત તો નક્કી છે કે, અમેરિકા પોતાના દેશનો વ્યાપાર વધાર માટે ટેરિફની રમત રમી રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભરખમ વધારો
જ્યારથી અમેરિકામાં સત્તા પરિવર્તન થઈ છે, ત્યારથી અમેરિકા વિદેશી દેશો સાથે મનમાનીભર્યો વ્યવહાર કરી રહ્યું છે. ટ્રમ્પ સરકાર અત્યારે દરેક ક્ષેત્રમાં મનમાનીથી નિર્ણય લઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે વેનેઝુએલા પાસેથી ગેસ અને તેલ ખરીદનારા દેશોએ અમેરિકા સાથેના કોઈપણ વેપાર પર 25 ટકા ટેરિફ ચૂકવવો પડશે. આગામી 2 એપ્રિલથી સેકન્ડરી ટેરિફ લાગુ થશે એવું ટ્રમ્પ સરકારે એલાન કર્યું છે. પ્રશ્ન એ થાય છે કે, આ સેકન્ડરી ટેરિફની અસર ભારત પર થશે? અથવા તો એવો પ્રશ્ન પણ થાય છે કે,
ભારતે સેકન્ડરી ટેરિફનો કેટલો ભોગ બનવું પડશે?
સેકન્ડરી ટેરિફની અસર ગમે તે રીતે પણ ભારત પર અસર તો થવાની જ છે. કારણે કે, ભારતનો લગભગ મોટાભાગના દેશા સાથે વ્યાપારીક સંબંધ રહ્યો છે. ભારત દરેક દેશ પાસેથી કોઈને કોઈ વસ્તુની ખરીદી કરે જ છે. પરંતુ ક્રૂડ ઓઈલની વાત કરવામાં આવે તો, વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવમાં આવે છે જેથી ટ્રમ્પને સેકન્ડરી ટેરિફ ભારતને ચોક્કસથી અસર કરશે એવું ઘણા નિષ્ણાંતો પણ માની રહ્યાં છે.
ક્રૂડ ઓઈલ મામલે ટેરિપ લગાડી ડોનાલ્ડ ટ્રમ્પની મનમાની
ભારતે વેનેઝુએલા પાસેથી ડિસેમ્બર 2023 અને જાન્યુઆરી 2024 માં સતત બે મહિના માટે મોટી માત્રામાં ક્રૂડ ઓઇલની ખરીદી કરી હતી. ગયા વર્ષની વાત કરવામાં આવે તો વેનેઝુએલાએ વિશ્વના દેશોને દરરોજ 6,60,000 બેરલ ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી, જેમાં ભારત, ચીન અને સ્પેન ટોચના ખરીદદારો રહ્યાં હતાં. આવી સ્થિતિમાં ટ્રમ્પ અમેરિકા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવા માટે દબાણ કરી રહ્યાં છે. એટલા માટે જ તો વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદનારા દેશો પર 25 ટકા ટેરિફ ટેક્સ લગાડવાની વાત કરી છે.

વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતા દેશો ચિંતિત
ભારત તેની તેલ આયાતમાં વૈવિધ્ય લાવવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહ્યું છે જેના કારણે આપણે કોઈ એક દેશ પર નિર્ભર ના રહેવું પડે. પરંતુ વેનેઝુએલા એવો દેશ છે જેની સાથે તે વેપાર વધારે કરવાનો વિચાર કરી રહ્યાં છીએ. ભારતે 2024માં લગભગ 22 મિલિયન બેરલ વેનેઝુએલાના તેલની આયાત કરી હતી, જે તેની કુલ ક્રૂડ ઓઇલ ખરીદીના લગભગ 01.05 ટકા છે. પરંતુ અત્યારે ટ્રમ્પે કરેલી જાહેરાતના કારણે વેનેઝુએલા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરતા દેશોમાં ચિંતા વ્યાપી છે. તેનું કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવોમાં ઉછાળો આવ્યો છે.
ભારતમાં અનેક એવા ઉદ્યોગપતિો છે જે વેનેઝુએલા પાસેથી કાચા તેલની ખરીદી કરે છે.
ભારતમાં કોણે સૌથી વધારે ક્રૂડ ઓઈલની ખરીદી કરી?
ભારતની સૌથી મોટી ખાનગી રિફાઇનર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2023 માં વેનેઝુએલાના તેલની આયાત કરવા માટે યુએસ મંજૂરી મેળવી હતી, જેના કારણે પ્રતિબંધો અસ્થાયી રૂપે હટાવ્યા પછી તે નવી દિલ્હીના વેનેઝુએલાના તેલ આયાતનો એક મહત્વપૂર્ણ ભાગ બન્યો હતો. 2019 માં વેનેઝુએલા પર યુએસ તેલ પ્રતિબંધો લાદવામાં આવ્યા તે પહેલાં, રિલાયન્સ ચીનના CNPC પછી વેનેઝુએલાના ક્રૂડ ઓઇલમાં બીજા ક્રમની સૌથી મોટી ખાનગી ખરીદગદાર કંપની હતી. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને વેનેઝુએલાથી ક્રૂડ ઓઇલ પરના પ્રતિબંધો હટાવવા માટે યુએસ ઓફિસ ઓફ ફોરેન એસેટ્સ કંટ્રોલ પાસેથી પણ છૂટ માંગી હતી, એમ રોઇટર્સે એક ઉદ્યોગ સૂત્રને ટાંકીને અહેવાલ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો
અમેરિકા એવું ઈચ્છે છે કે, દરેક દેશો તેની પાસેથી કાચા તેલની ખરીદી કરે! જો વેનેઝુએલા પાસેથી જે કોઈ ક્રૂડ ઓઈલની ખરીદી કરશે તેના પર ટેરિફ વધારવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પના આ નિર્ણય ના કારણે અત્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. ભારતમાં નજીકના ભવિષ્યમાં આ ભાવની અસર જોવા મળશે. ગલ્ફ દેશોમાંથી ક્રૂડ ઓઇલ એક ટકાથી વધુ વધીને 73.03 ડોલર પ્રતિ બેરલ થયું છે. 18 માર્ચ પછી ગલ્ફ દેશોના તેલમાં 4 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. તેની સામે અમેરિકાની વાત કરવામાં આવે તો, 18 માર્ચ પહેલા પ્રતિ બેરલ ક્રૂડ ઓઈલની કિંમત 67 ડોલરથી પણ નીચે હતી જે અત્યારે 70 ડોલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. હજુ પણ તેમાં વધારો થયા તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે.

ટ્રમ્પની નિર્ણયથી ભારતમાં ભાવ વધારો થયો કે કેમ?
ભારતમાં અત્યારે તો કોઈ ભાવ વધારો ખાસ જોવા મળ્યો નથી. પરંતુ વર્તમાનના ભાવના આધારે ભવિષ્યના ભાવનો અંદાજ લગાવી શકાય નહીં. અત્યારે દિલ્હીમાં પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર, કોલકાતામાં પેટ્રોલનો ભાવ 105.01 રૂપિયા અને ડીઝલનો 91.82 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે. મુંબઈમાં પેટ્રોલનો ભાવ 103.50 રૂપિયા અને ડીઝલનો ભાવ 90.03 રૂપિયા પ્રતિ લિટર છે. પરંતુ અર્થશાસ્ત્રના સૂત્રો પ્રમાણે જો ભારત પાસે પહેલેથી જ ક્રૂડ ઓઈલનો જથ્થો છે, તો પુરવઠો હોવાના કારણે ભાવ વધારે થવાનો નથી. પરંતુ જો પુરવઠા સામે માંગ વધી જાય છે અને આયાત ઘટે તો સ્વાભાવિક છે કે, ભાવ વધારે થવાનો છે. ટ્રમ્પે 2 એપ્રિલથી ટેરિફ લગાવવાની નિર્ણય લીધો છે. જેથી ભવિષ્યમાં ભાવ વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે.
ભારતમાં પેટ્રોલ અને ડીઝલના વર્તમાન ભાવ કેટલા છે
શહેર | પેટ્રોલનો ભાવ | ડીઝલનો ભાવ |
કોલકાતા | 105.01 રૂપિયા પ્રતિ લિટર | 91.82 રૂપિયા પ્રતિ લિટર |
મુંબઈ | 103.50 રૂપિયા પ્રતિ લિટર | 90.03 રૂપિયા પ્રતિ લિટર |
બેંગલુરુ | 102.92 રૂપિયા પ્રતિ લિટર | 88.99 રૂપિયા પ્રતિ લિટર |
ચેન્નાઈ | 100.80 રૂપિયા પ્રતિ લિટર | 92.39 રૂપિયા પ્રતિ લિટર |
ગુરુગ્રામ | 95.25 રૂપિયા પ્રતિ લિટર | 88.10 રૂપિયા પ્રતિ લિટર |
નોઈડા | 94.87 રૂપિયા પ્રતિ લિટર | 88.01 રૂપિયા પ્રતિ લિટર |
નવી દિલ્હી | 94.77 રૂપિયા પ્રતિ લિટર | 87.67 રૂપિયા પ્રતિ લિટર |
લખનૌ | 94.69 રૂપિયા પ્રતિ લિટર | 87.81 રૂપિયા પ્રતિ લિટર |
ચંદીગઢ | 94.30 રૂપિયા પ્રતિ લિટર | 82.45 રૂપિયા પ્રતિ લિટર |

અમેરિકા આંતરરાષ્ટ્રીય સ્તરે મોંઘવારી વધારશે
ટ્રેમ્પના આ નિર્ણયના કારણે ભારત જ નહીં પરંતુ અનેક દેશોમાં બળતણનો ભાવ વધી જવાનો છે. એક બાજુ ટ્રમ્પ બળતણને સસ્તું કરવાની વાતો કરી છે, જ્યારે બીજી બાજુ ટેરિફ વધારીને મોંઘવારીને આમંત્રણ આપી રહ્યાં છે. વેનેઝુએલાના ક્રૂડ ઓઈલનું આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ ઘટાડવા માટેનો નિર્ણય અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લેવામાં આવ્યાં છે. નિર્ણયના કારણે માત્ર અમેરિકામાં જ નહીં પરંતુ વિશ્વના તમામ દેશોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે અને ફુગાવામાં વધારો થશે. મોંધવારી સાથે સાથે ફુગાવો આવે તેવી પણ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ચર્ચાઓ ચાલી રહી છે.