ડોનાલ્ડ ટ્રમ્પને આંચકો, ભારત અને ચીન વચ્ચે આ મુદ્દાઓ પર સર્વસંમતિ સધાઈ

નવી દિલ્હી : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ ચીનના પ્રવાસે છે. આ દરમિયાન પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જે અંગે ભારતના વિદેશ મંત્રાલયે માહિતી આપી છે. વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમજ આતંકવાદ જેવા મુદ્દાઓ પર બંને દેશો એક થયા હતા. સરહદ પર શાંતિ જાળવવા પર સર્વસંમતિ સધાઈ હતી.
બંને નેતાઓ સમાધાન માટે પ્રતિબદ્ધ
વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, બંને દેશોએ સંયુક્ત વિચારોને આગળ વધારવ પર ભાર મુક્યો છે. બંને દેશો વચ્ચે વિશ્વાસ સંપાદન કરવાનો ઉદ્દેશ છે. તેમજ વાતચીતના એ બાબત પણ સહમતિ બની કે મતભેદોને વિવાદમાં
જ બદલવા જોઈએ. બંને નેતાઓ સમાધાન માટે પ્રતિબદ્ધ છે. એક વર્ષથી ઓછા સમયમાં બંને નેતાઓ વચ્ચે આ બીજી બેઠક છે.
છેલ્લી બેઠક ગત વર્ષે ઓકટોબર માસમાં કજાનમાં યોજાઈ હતી
પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે છેલ્લી બેઠક ગત વર્ષે ઓકટોબર માસમાં કજાનમાં યોજાઈ હતી. આ સમયે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય સબંધો વિકસાવવા ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે કેટલાક લક્ષ્ય પણ નક્કી કરવામાં આવ્યા હતા.
શી જિનપિંગને બ્રિક્સ સમીટ માટે આમંત્રણ
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને બ્રિક્સ સમીટ માટે આમંત્રણ આપ્યું છે. જયારે રાષ્ટ્રપતિ શી જિનપિંગે પણ આમંત્રણ બદલ પીએમ મોદીનો આભાર માન્યો હતો. તેમજ બ્રિક્સની અધ્યક્ષતા માટે ચીનના સંપૂર્ણ સમર્થનની રજૂઆત પણ કરી. ભારત આગામી વર્ષે 2026માં બ્રિકસ શિખર સંમેલનનું આયોજન કરશે.
આ પણ વાંચો…યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદી સાથે કરી વાત, શાંતિ સ્થાપવા માટે મદદ માંગી…