
વોશિંગ્ટન: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુએસમાં આયાત થતી ભારતની કેટલીક પેદાશો પર 50 ટકા ટેરીફ ઝીંક્યો છે, જેને કારણે ભારતને આર્થીક ફટકો પડ્યો છે.
એવામાં ટ્રમ્પના વેપાર સલાહકાર પીટર નાવારોએ ભારતને વધુ એક વાર ધમકી આપી છે. તેમણે કહ્યું કે જો ભારત અમેરિકા સાથે વેપાર સમયસર વેપાર વાટાઘાટો નહીં કરે તો પરિણામ સારું નહીં આવે.
રીઅલ અમેરિકાઝ વોઇસ શોમાં એક ઈન્ટરવ્યું દરમિયાન નાવારોએ ફરી એક વાર કહ્યું કે ભારત ટેરિફનો ‘મહારાજા’ છે. નાવારોએ કહ્યું, “એ વાત સાચી છે કે વિશ્વના કોઈપણ મોટા દેશ કરતા ભારતમાં યુનાઇટેડ સ્ટેટ્સની પેદાશો પર સૌથી વધુ ટેરિફ છે. અમારે તેનો જવાબ આપવો પડશે.”

યુદ્ધ શરુ થયા બાદ ભારતે રશિયા સાથે વેપાર વધાર્યો:
પીટર નાવારોએ દાવો કર્યો કે રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું એ પહેલાં ભારત રશિયા પાસે પાસેથી પેટ્રોલીયમ ખરીદતું ન હતું. તેમણે કહ્યું કે, “અગાઉ ભારત રશિયા પાસેથી માત્ર થોડી માત્રામાં જ પેટ્રોલિયમ ખરીદતું હતું.
ત્યાર બાદ ભારત નફાખોરી તરફ વળ્યું. રશિયન રિફાઇનર્સ ભારતમાં આવીને નફાખોરી કરે છે, અને યુક્રેન સામેનું યુદ્ધ રોકવા યુએસને તેના ટેક્સ પેયર્સના પૈસા મોકલવા પડે છે.”
નોંધનીય છે કે ભારત અગાઉ રશિયા પાસેથી પેટ્રોલીયમ ખરીદતું ન હતું પણ મધ્ય પૂર્વના દેશો પાસેથી વધુ પેટ્રોલિયમ આયાત કરતુ હતું. પરંતુ 2022 માં રશિયાએ યુક્રેન પર આક્રમણ બાદ ગ્રુપ ઓફ સેવન રાષ્ટ્રોએ રશિયાના પેટ્રોલિયમ પર મર્યાદા લાદી હતી. ત્યાર બાદ રશિયા પાસેથી સારી ડીલ મળતા ભારતે રશિયા સાથે વેપાર વધાર્યો હતો.
આ પણ વાંચો…એકસ્ટ્રા અફેર : અમેરિકાને ભારતને જ્ઞાન આપવાનો કોઈ અધિકાર નથી