Dominos Pizza Franchise વિશે Google પર સર્ચ કરવાનું ભારે પડ્યું, બન્યું કંઈક એવું કે…

અત્યારનો સમય ઈન્ટરનેટનો છે, પણ એની સાથે સાથે એ વાત પણ એટલી જ સાચી છે કે અહીં દેખાતી દરેક વસ્તુ હકીકત નથી હોતી. પરંતુ લોકોને એ વાત ધ્યાનમાં નથી આવતી અને એને કારણે જ દિવસ દિવસે સાયબર ક્રાઈમના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. વારંવાર લોકોને આગોતરી જાણ કરવા છતાં પણ લોકો સાવધાની રાખતા નથી અને સ્કેમનો ભોગ બની જાય છે. લુધિયાણાના એક વ્યક્તિ સાથે આવું જ કંઈક થયું હતું અને પિઝ્ઝા ફ્રેન્ચાઈઝી લેવા માટેનો નંબર શોધતાં શોધતાં તેને લાખો રૂપિયાનો ચૂનો લાગી ગયો હતો. આવો જોઈએ શું છે આખો મામલો મળી રહેલાં રિપોર્ટ અનુસાર લુધિયાણાની એક વ્યક્તિ ગૂગલ પર ડોમિનોઝ પિઝ્ઝાની ફ્રેન્ચાઈઝીનો નંબર શોધી રહી હતી. 48 વર્ષીય આ પ્રૌઢ વ્યક્તિને એક વેબસાઈટ જોવા મળી જે ડોમિનોઝ પિઝ્ઝાની ફ્રેન્ચાઈઝી આપવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ વેબસાઈટ પર પીડિતને એક ફોર્મમાં તમામ પ્રકારની માહિતી ભરવાનું જણાવવામાં આવ્યું.
આ પણ વાંચો : ત્રણ દિવસ બાદ Shanidev થશે વક્રી, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
ફોર્મ ભર્યા બાદ એ વ્યક્તિને એક કોલ આવ્યો કે જેમાં ફ્રેન્ચાઈઝી આપવાનો દાવો કરવામાં આવ્યો. કોલ પર ફ્રેન્ચાઈઝી માટે 20.77 લાખ રૂપિયા માંગવામાં આવ્યા. પીડિતે આ દાવા પર ભરોસો કરીને પૈસા ટ્રાન્સફર કરી દીધા. પૂરું પેમેન્ટ થઈ જતાં ફોન કરનાર વ્યક્તિએ પોતાનો ફોન બંધ કરી દીધો હતો. આ બાબતે સાયબર પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ ઘટના પરથી શું બોધપાઠ મળે છે-
⦁ ગૂગલ પર મળતાં કોઈ પણ નંબર કે કોન્ટેક્ટ ડિટેઈલ પર આંખો બંધ કરીને ભરોસો કરશો નહીં
⦁ કોઈ પણ ભોગે વેરિફાઈ કર્યા વિના પેમેન્ટ કરવાની ભૂલ ના કરશો
⦁ જ્યારે વાત મોટી કિંમતની હોય ત્યારે તો ખાસ સાવધાની રાખવી જોઈએ
⦁ બિઝનેસ માટેના પેમેન્ટ કરતાં પહેલાં અનેક પ્રકારના ડોક્યુમેન્ટેશનના કામકાજ હોય છે
⦁ કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જોવા મળતાં પોલીસમાં ફરિયાદ કરો