નેશનલ

ભાજપના પ્રચાર માટે પહોંચ્યા મશહૂર…..

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી 2024ની તારીખ નજીક છે, અને તમામ પક્ષોએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. ચૂંટણી પ્રચાર હવે તેના અંતિમ તબક્કામાં છે. રાજ્યના તમામ રાજકીય પક્ષો મતદારોનું સમર્થન મેળવવા માટે તેમના પ્રચારમાં વ્યસ્ત છે. ચૂંટણી પ્રચારમાં મતદારોને રિઝવવા માટે રાજકીય પક્ષો સેલિબ્રિટીની મદદ લઈ રહ્યા છે. આવી ઝલક ગુરુવારે જોવા મળી હતી જયારે પ્રખ્યાત ડોલી ચાયવાલાએ નાગપુરમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં પ્રચારમાં ભાગ લીધો હતો.
નાગપુરમાં ભાજપના પ્રચાર દરમિયાન ડોલી ચાયવાલા પણ ભાજપના દિગ્ગજો સાથે સ્ટેજ શેર કરતો જોવા મળ્યા હતા.

કૈલાશ વિજયવર્ગીયએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ડોલી ચાયવાલા સાથે સ્ટેજ પર લીધેલી તસવીર શેર કરતા લખ્યું છે કે, ભાજપની પન્ના કમિટીના પ્રમુખ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વિશે ચર્ચા કરી. આ બેઠકમાં ભાજપના કાર્યકરોએ પાર્ટીની ભવ્ય જીત માટે પૂરા ઉત્સાહ અને સમર્પણ સાથે કામ કરવાનો સંકલ્પ લીધો હતો. ભાજપે ડોલી ચાયવાલાને લાવીને એ સંદેશ આપવાની કોશિશ કરી છે કે પાર્ટી યુવા મતદારોને પણ આકર્ષવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.

Also Read – દિલ્હીમાં ભાજપને ફટકોઃ ‘આપ’નો દબદબો યથાવત, મહેશ ખીંચી બન્યા મેયર

મહારાષ્ટ્રમાં વિધાન સભાની કુલ 288 બેઠક માટે 20મી નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. મતદાનના 3 દિવસ પછી 23 નવેમ્બરે ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button