સંસદ બહાર રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા…

કહ્યું મને બોલવા જ દેતા નથી પણ નેશનલ સિક્યોરિટીનો મુદ્દો છે….
નવી દિલ્હીઃસંસદ બહાર રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા, કહ્યું મને બોલવા જ દેતા નથી પણ નેશનલ સિક્યોરિટીનો મુદ્દો છે….રાષ્ટ્રપતિના ભાષણ પર થતી ચર્ચા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જ્યારે ડોકલામનો મુદ્દો ઉઠાવ્યો ત્યારે સંસદમાં ભારે હોબાળો મચ્યો હતો. આ હંગામાને કારણે સંસદ આવતીકાલે બપોરના 12 વાગ્યા સુધી સ્થગિત પણ કરવામાં આવી હતી.
સંસદના બજેટ સત્ર દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા અને ચીન સાથેના સરહદી વિવાદને લઈને રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોકલામ અને ચીન મુદ્દે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને તેના કારણે આ વિવાદ શરૂ થયો છે, આ વિવાદ હવે સોશિયલ મીડિયામાં પણ કેન્દ્રસ્થાને આવ્યો છે.
સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચાની માંગ
વિવાદ એ પણ છે કે, વિપક્ષી સભ્યોએ સંસદમાં રાષ્ટ્રીય સુરક્ષા પર ચર્ચાની માંગ કરી હતી, જેને પગલે ગૃહની કાર્યવાહી પહેલા સાંજે 4 વાગ્યા સુધી અને ત્યારબાદ આજે બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. રાહુલ ગાંધીનો આક્ષેપ એવો પણ છે કે સરકાર રાષ્ટ્રીય સુરક્ષા જેવા મુદ્દા પર ચર્ચા કરતા ડરે છે અથવા તો આ મુદ્દે ચર્ચા કરવા માટે વિપક્ષને રોકવામાં આવી રહ્યો છે. મને બોલવા જ દેતા નથી. મારે એટલું જ કહેવું છે કે આ મેટર નેશનલ સિક્યોરિટીની છે, જેના અંગે રાજનાથ સિંહ અને મોદીજીએ શું ઓર્ડર આપ્યો છે. પણ મને ખબર જ પડતી નથી શા માટે તેઓ ડરેલા છે.
આ પણ વાંચો…સંસદમાં રાહુલ ગાંધીનો ‘ડૉકલામ’ મુદ્દે હોબાળોઃ અપ્રકાશિત પુસ્તક પર સરકાર અને વિપક્ષ આમને-સામને
પૂર્વ આર્મી ચીફે પુસ્તકમાં શું લખ્યું છે?
ખાસ કરીને વાત કરવામાં આવે તો, સંસદની બહાર રાહુલ ગાંધીએ પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકનો ઉલ્લેખ કર્યો હતો. સાંસદે કહ્યું કે, ‘આ (સંસદમાં થયેલી ચર્ચા) હું નથી કહી રહ્યો, પણ આર્મી ચીફે પોતે તેમના પુસ્તકમાં લખ્યું છે. પરંતુ તે પુસ્તકને પ્રકાશિત થવા દેવામાં આવતું નથી, તેને સ્થગિત કરવામાં આવ્યું છે’. જ્યારે સરકારનું કહેવું છે કે, જે પુસ્તક હજી છપાયું જ નથી તેની પર સંસદમાં કેવી રીતે ચર્ચા કરી શકાય, જેના કારણે આ વિવાદ હવે તમામ સોશિયલ મીડિયામાં પણ ચર્ચાઈ રહ્યો છે.
રાહુલ ગાંધીએ સંસદમાં પીએમ મોદીના ’56 ઇંચની છાતીવાળા નિવેદન પર કટાક્ષ કર્યો હતો. તેમનું કહેવું છે કે અત્યારે ચીન સરહદ પર આવીનું ઊભું હતું, ત્યારે પીએમ મોદીની 56 ઈંચની છાતીનું શું થયું હતું? આક્ષેપ એવો છે કે ચીને ભારતની જમીન પર કબજો કર્યો હતો અને સરકાર સત્ય છુપાવવાનો પ્રયાસ કરી રહી છે આ સાથે આ મુદ્દા પર સરકાર કેમ ચર્ચા નથી કરતી તે સવાલ પણ કરવામાં આવ્યો હતો.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના આક્ષેપો કર્યાં તે મામલે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને કિરણ રિજિજુએ વિપક્ષ પર સેનાના મનોબળને ઠેસ પહોંચાડવાનો અને સંવેદનશીલ મુદ્દાઓ પર રાજનીતિ કરવાનો વળતો પ્રહાર કર્યો હતો. હાલમાં રાષ્ટ્રીય સુરક્ષાના આ મુદ્દે સત્તાધારી પક્ષ અને વિપક્ષ સામસામે આવી ગયા છે.
એક્સ પર પોસ્ટ કરી કોંગ્રેસ ફરી ખુલાસો કર્યો
આ તમામ મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા એક્સ પર પોસ્ટ કરવામાં આવી અને ફરી ખુલાસો કરવામાં આવ્યો છે. કોંગ્રેસ એક્સ પર પોસ્ટ કરીને વિસ્તારથી એક લેખ લખ્યો છે. કોંગ્રેસે આ પોસ્ટમાં એક પત્રિકાના કેટલાક અંશો શેર કર્યાં છે. આ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ જે તસવીરો છે તે, પૂર્વ આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણેના પુસ્તકનો અંશ છે. જેનો રાહુલ ગાંધીએ સંસદમાં ઉલ્લેખ કર્યો હતો.
ભારતીય જનતા પાર્ટીએ વીડિયો પોસ્ટ પણ કર્યો
દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ એક્સ પર પૂર્વ આર્મી ચીફનો જૂનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં નરવણેએ જણાવ્યું હતું કે ડોકલામ વિવાદને કારણે ભારતની એક ઈંચ જમીન પણ ગુમાવી નથી. નરવણે વીડિયોમાં જણાવે છે કે પહેલા જેવી જ અત્યારે પરિસ્થિતિ છે.



